NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • TRAIની તૈયારી, હવે માત્ર 2 રૂપિયામાં લઈ શકશો ઈન્ટરનેટની મજા

TRAIની તૈયારી, હવે માત્ર 2 રૂપિયામાં લઈ શકશો ઈન્ટરનેટની મજા

 | 8:33 pm IST

ટેલિકોમ રેગ્યુલેટર (TRAI)ભારતમાં પબ્લિક વાઈ-ફાઈ સુવિધા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ વાઈ-ફાઈ હોટસ્પોટ્સને પબ્લિક ડેટા ઓફિસ (PDO)ના નામથી ઓળખાવમાં આવશે. આ PDO ફોન બૂથની જેમ જ હશે. આ પ્રાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે TRAIએ કંપનીઓને આમંત્રિત કરી દીધી છે.

આ વાઈ-ફાઈના પ્લાન્સ શરૂઆતમાં 2 રૂપિયાથી લઈને 20 રૂ. સુધી મળશે. TRAIનું કહેવું છે કે, આનાથી ભારતના લોકોને સરળતાથી સસ્તુ ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે અને નેટવર્કથી લોડ પણ ઓછું થઈ જશે. આનાથી એક જ વિસ્તારમાં ઘણા બધા ટાવરોની સંખ્યાને પણ ઓછી કરવામાં મદદ મળશે.

આ પ્રોજેક્ટનું હેતું વાઈ-ફાઈ એક્સેસ નેટવર્ક ઈન્ટરફેસ (WANI) પર બેસ્ડ ઓપન સિસ્ટમ તૈયાર કરવાની છે. જે માટે આવેદનકર્તાઓથી સૂચનો મંગાવવામાં આવશે. TRAI 2-3 દિવસની અંદર જ WANI આર્કિટેક્ચર ડોક્યુમેન્ટ રજૂ કરવા જઈ રહ્યું છે. આ સિસ્ટમ દ્વારા નાની-નાની દુકાનો પર પણ કંપનીઓ આવી POD બનાવી શકશે. આ માટે કોઈ લાયસન્સની તો જરૂરત પડશે નહી પરંતુ ટેલિકોમ વિભાગ પાસે રજિસ્ટ્રેશન અને યૂઝર્સનું e-KYC લેવું ફરજીયાત હશે.

આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે કંપનીઓ 25 જુલાઈ સુધી પોતાની માહિતી મોકલી શકે છે. આ પ્રોજેક્ટ બાદ ભારતમાં વાઈ-ફાઈ હોટસ્પોટની સંખ્યા 31000 થઈ જશે.