Technology: trai norms come into effect on december
  • Home
  • Featured
  • મોબાઇલ નંબર પોર્ટેબલિટીમાં આવ્યો નવો નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

મોબાઇલ નંબર પોર્ટેબલિટીમાં આવ્યો નવો નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

 | 4:58 pm IST

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબલિટી (MNP)ના નિયમોને લઇ નવી તારીખની જાહેરાત થઇ છે. એમએનપીના નિયમોમાં સાતમો ફેરફાર ગયા વર્ષે ડિસેમ્બરમાં થયો હતો. જેને હવે 16 ડિસેમ્બર 2019થી લાગૂ કરવામાં આવશે. જેનાથી હવે મોબાઇલ નંબર પોર્ટ કરવું સરળ થઈ જશે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (Mobile Number Portability)ના નિયમો જાહેર કર્યા છે. હવે આ નિયમ મુજબ તમારો મોબાઈલ નંબર 3 દિવસમાં જ પોર્ટ થઈ જશે. મોબાઇલ પોર્ટબિલિટીના નવા નિયમો 16મી ડિસેમ્બરથી લાગુ પડશે.

ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે. ટ્રાઈ દ્વારા હવે આ પ્રક્રિયાની 5.74 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે. આ ફીસ બાદ હવે ટેલિકૉમ ઑપરેટર્સને તમામ ટ્રાન્ઝેક્શનમાં બચત થશે.

આ નિયમ લાગુ થયા બાદ તમે નંબર બદલ્યા વગર એક ઑપરેટરમાંથી બીજા ઑપરેટરમાં નંબર પોર્ટ કરાવી શકશો. હાલમાં નંબર પોર્ટ કરવા માટે 7 દિવસનો સમય લાગે છે હવે 3 દિવસમાં નંબર પોર્ટ થઈ જશે.

જાણો શું છે MNP:
મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ યૂઝરને પોતાનો નંબર બદલ્યા વગર કંપની બદલવાની પરવાનગી આપે છે. જેના માટે યૂઝરનો એક પોર્ટિંગ કોડ જનરેટ થાય છે. આ યૂનિક કોડ જ તેમને નંબર બદલવા માટે મદદ કરે છે.

આ વીડિયો પણ જુઓ: આજે ભારતીય નૌસેના દિવસ પર નૌસેનાની પ્રચંડ તાકાતની માત્ર એક ઝલક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન