Trai sets new fee for Mobile Number portability from 30th September
  • Home
  • Featured
  • લો હવે તમે તમારા મોબાઈલમાં પોર્ટેબિલીટી સરળતાથી કરાવી શકશો, ટ્રાઈ લાવ્યું નવા નિયમો

લો હવે તમે તમારા મોબાઈલમાં પોર્ટેબિલીટી સરળતાથી કરાવી શકશો, ટ્રાઈ લાવ્યું નવા નિયમો

 | 10:34 am IST

Telecom Regulatory Authority of India (TRAI)એ મોબાઈલ પોર્ટિબિલિટીને સસ્તી કરી દીધી છે. જો કે આનાથી સબ્સક્રાઈબર્સને ખાસ ફાયદો થશે નહી, પણ દેશનાં ટેલિકોમ ઓપરેટર્સ માટે આ રાહતના સમાચાર કહી શકાય. ટ્રાઈને હાલમાં જ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની નવી કિંમત 5.74 નક્કી કરી છે.

નવા દર 30 સપ્ટેમ્બરથી થશે લાગૂ
એક રિપોર્ટ અનુસાર ટ્રાઈએ કહ્યુ છે કે નવી કિંમત સિસ્ટમમાં કરેલા ફેરફાર બાદ નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યુ કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નવા દર 30 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે.

ટેલિકોમ કંપનીઓને થશે ફાયદો
ટેલિકોમ ઓપરેટર્સને દરેક મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને ચુકવણું કરવાનું હોય છે. ટ્રાઈ દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ફી બાદ હવે ટેલિકોમ ઓપરેટર્સને દરેક ટ્રાન્ઝેક્શનમાં બચત થશે. ટેલિકોમ ઓપરેટર્સને દરેક નવા ગ્રાહક માટે હવે 19 રૂપિયાની ચુકવણી કરવાની હોય છે. આ પેમેન્ટ મોબાઈલ નંબર સર્વિસ પ્રોવાઈડર એજન્સી જેવી કે Syniverse Technologies અને MNP Interconnection Telecom Solutionsના ખાતામાં જાય છે.

કંપનીઓને થઈ રહ્યુ હતું નુકસાન
ટ્રાઈના ચેરમેન આર.એસ શર્માએ કહ્યુ કે અમે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીમાં ફેરફાર કર્યો છે. પહેલા આ ડોનર ઓપરેટર દ્વારા જનરેટ કરવામાં આવેલ યૂનીક પોર્ટિંગ કોડ પર આધારિત હતુ જેમાં ઓપરેટર્સ પોતાના સબસ્ક્રાઈબર્સ બનાવી રાખે તેવો ઓપ્શન મળતો હતો. જો કે આમાં મોટા ભાગે સબસ્ક્રાઈબર્સ રિજેક્ટ કરતા હતા.

આ Video જુઓ: અંબાજી પૂનમના મહામેળાનો પાંચમો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન