Trailer Released Of Shahid Kapoor and Shraddha Kapoor's Film Batti Gul Meter Chalu
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરનાં કારણે 21 સપ્ટેમ્બરે દેશભરનાં થિયેટર્સમાં થશે ‘બત્તી ગુલ’

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરનાં કારણે 21 સપ્ટેમ્બરે દેશભરનાં થિયેટર્સમાં થશે ‘બત્તી ગુલ’

 | 2:54 pm IST

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ ઔર મીટર’ ચાલુનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન પણ લાઇટ્સ બંધ કરીને ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું. આ ખાસ અવસર પર ફિલ્મની પુરી સ્ટારકાસ્ટ જોવા મળી હતી. શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરે ટ્રેલર લૉન્ચ દરમિયાન સ્ટાઇલિશ અંદાજમાં એન્ટ્રી કરી હતી. ટ્રેલર લૉન્ચ દરમિયાન શાહિદ કપૂર વ્હાઇટ શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો. તો શ્રદ્ધા કપૂર ફ્લોરલ વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

આ ફિલ્મને શ્રી નારાયણ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા તેમણે અક્ષય કુમારની ‘ટૉયલેટ: એક પ્રેમકથા’ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે. ફિલ્મમાં શાહિદ કપૂર વકીલનાં રૉલમાં છે. તો શ્રદ્ધા કપૂર પણ ફિલ્મમાં તેને સાથ આપતી જોવા મળશે. ફિલ્મમાં યામી ગૌતમ પણ મહત્વનાં રૉલમાં જોવા મળશે. શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી આ પહેલા ‘હૈદર’માં જોવા મળી હતી.

શાહિદ કપૂરની આ પહેલાની ફિલ્મ ‘પદ્માવત’ બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ સિવાય ‘સ્ત્રી’ પણ 31 ઑગષ્ટનાં રોજ રિલીઝ થશે.