Trailer Release of Govinda's Film Firday
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગોવિંદાની ‘ફ્રાઇડે’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ, ડબલ મીનિંગનાં સંવાદોથી ભરેલી હશે ફિલ્મ

ગોવિંદાની ‘ફ્રાઇડે’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ, ડબલ મીનિંગનાં સંવાદોથી ભરેલી હશે ફિલ્મ

 | 3:56 pm IST

બોલીવુડમાં કૉમેડી અને એક્શનથી લોકોનાં દિલો પર છવાઇ જનાર અભિનેતા ગોવિંદા હવે ફરી એકવાર કૉમેડી ફિલ્મ લઇને આવી રહ્યો છે. ફિલ્મનું નામ ‘ફ્રાઇડે’ છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ‘ફ્રાઇડે’ ફિલ્મની વાર્તામાં ગોવિંદાનું પાત્ર એક એવા વ્યક્તિનું છે જે કોઇપણ સુંદર છોકરીને જોઇને તેના પર મોહી જાય છે. ફિલ્મમાં તેના સિવાય વરૂણ શર્મા પણ છે. વરૂણ પણ તેની કૉમેડી દ્વારા સૌને હસાવતો જોવા મળી રહ્યો છે.

ફિલ્મનાં ડાયલૉગ્સ ડબલ મીનિંગથી ભરેલા છે. ફિલ્મ એન્ટરટેઇનિંગ નજર આવી રહી છે અને દર્શકો માટે ટાઇમ પાસ માટે સારી ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં વરૂણ શર્મા એક સેલ્સમેનનાં પાત્રમાં છે જે ગોવિંદાનાં ઘરે આવીને તેને પોતાના પ્રોડક્ટ્સ વેચવા પોતાનો જીજા બનાવી દે છે.

એક્ટર સંજય મિશ્રા, વિજેન્દ્ર કાલરા અને રાજેશ શર્માનાં પાત્ર પણ આ ફિલ્મમાં મનોરંજન કરાવશે. ફિલ્મનું નિર્દેશન અભિષેક ડોગરાએ કર્યું છે અને પ્રોડ્યુસ સાજિદ કુરૈશીએ કરી છે. આ ફિલ્મ 12 ઑક્ટોબર 2018નાં રીલીઝ કરવામાં આવશે.