Trailer release of Sanjay's film Torbaaz, Baba's smash hit after his return
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્તની ફિલ્મ તોરબાઝનું ટ્રેલર રિલીઝ, પરત ફર્યા પછી બાબાનો ધમાકેદાર અંદાજ જોવા મળ્યો

સંજય દત્તની ફિલ્મ તોરબાઝનું ટ્રેલર રિલીઝ, પરત ફર્યા પછી બાબાનો ધમાકેદાર અંદાજ જોવા મળ્યો

 | 3:51 pm IST
  • Share

બોલીવુડ એક્ટર (Bollwood Actor) સંજય દત્ત(Sanjay Dutt)ની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ તોરબાઝ (Torbaaz) નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવા માટે તૈયાર છે. છેલ્લા ઘણા સમયથી સંજય દત્ત(Sanjay Dutt) તેની ફિલ્મોને બદલે લંગ કેન્સરને કારણે ચર્ચામાં હતો. સંજય તેની સારવાર કરાવ્યા પછી અને ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘તોરબાઝ’(Torbaaz) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સંજય દત્ત(Sanjay Dutt)  ફરી એકવાર તેના જૂના ધાંસૂ અંદાજમાં જોવા મળ્યો છે.

‘તોરબાઝ’ એ અફઘાનિસ્તાન યુદ્ધમાં શરણાર્થી શિબિરમાં રહેતા બાળકોની વાર્તા છે. તેમની વચ્ચે એક વ્યક્તિ આવે છે જેણે આતંકવાદી હુમલામાં પોતાના લોકો ગુમાવ્યા છે. આ વ્યક્તિ આર્મીનો પૂર્વ ડોક્ટર છે અને આ બાળકોને શસ્ત્રોને બદલે ક્રિકેટની તાલીમ આપીને તેમના હાથમાં અને બેટ અને બોલ આપી દે છે. સમસ્યા એ છે કે વિસ્તારના આતંકવાદીઓ આ બાળકોને સુસાઇડ બોમ્બરો બનાવવા માંગે છે, જેની સામે સંજય દત્ત(Sanjay Dutt) નું પાત્ર આવીને ઉભું થાય છે.

ફિલ્મ ‘તોરબાઝ’માં સંજય દત્ત(Sanjay Dutt) ની સાથે નરગિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકારો પણ છે. ગિરીશ મલિક દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે અને તે આવતા મહિને 11 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

બોલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ તોરબાજનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.  આજે ટ્રેલર રિલીઝ થતાની સાથે લાખો વ્યુઝ આવી ગયા હતા. ફિલ્મની વાર્તા એવા વ્યક્તિ પર આધારિત છે જેણે પોતાના બાળકોને આતંકી ગતિવિધીઓમાં ખોઈ દીધા છે. હવે તે રિફ્યુજી કેમ્પના બાળકોને સારી જિંદગી આપવા માંગે છે.

ફિલ્મના ટ્રેલરનો વીડિયો નેટફ્લિક્સ ઈંડિયાના ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. આ ટ્રેલર જોઈને ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેન્સર સામે જંગ જીતીને પરત ફરેલા સંજય દત્તની આ પહેલી ફિલ્મ છે.

કોમેન્ટ  બોક્સમાં ચાહકો દ્વારા વિવિધ કોમેન્ટો કરવામાં આવી હતી. બાબા પરત ફરતા કેટલાક ચાહકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું કે, કાશ આ ફિલ્મ કંઈ ફર્ક લાવી શકે. એક નાના પગલા સાથે મોટા સફરની શરૂઆત કરવામાં આવી છે. સંજય દત્તે આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પણ શેર કર્યો છે. જેના જોયા પછી એક યુઝરે લખ્યું હતું કે, સંજય બાબા, હું તમારા માટે ખુબ જ ખુશ છું. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી છે. તમારી ફિલ્મ જરૂરથી જોઈશ. ભગવાન તમારી રક્ષા કરે.

તો વધુ એક યુઝરે ફિલ્મના વખાણ કરતા લખ્યું હતું કે, ખુબ જ સરસ અને સુંદર સંદેશ છે. લાગે છે કે ખુજ દમદાર ફિલ્મ હશે. તો બીજા એક યુઝરે લખ્યું છે કે, આશા વ્યક્ત કરી હતી એના કરતા ઘણુ સારું ટ્રેલર છે.

 

આ વીડિયો પણ જુઓઃ કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન