Trailer Released of Film Badhai Ho, You Will Laugh After Watching This
  • Home
  • Entertainment
  • Bollywood
  • આધેડ ઉંમરમાં આયુષ્યમાનનાં માતા-પિતાએ આપ્યો બાળકને જન્મ, ટ્રેલર જોઇને પેટ પકડી હસશો

આધેડ ઉંમરમાં આયુષ્યમાનનાં માતા-પિતાએ આપ્યો બાળકને જન્મ, ટ્રેલર જોઇને પેટ પકડી હસશો

 | 11:10 am IST

આયુષ્યમાન ખુરાના અને સાનિયા મલ્હોત્રાની ફિલ્મ ‘બધાઈ હો’નું ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે. ફિલ્મનું ટ્રેલર ઘણું જ સારું અને અલગ છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના એક એવા દીકરાનું પાત્ર ભજવી રહ્યો છે જેના માતા-પિતા આધેડ ઉંમરમાં વધુ એક બાળકનાં માતા-પિતા બને છે. આ જવાન દીકરાની શરમનું કારણ બને છે. આવામાં જ્યારે આ વાત તેની ગર્લફ્રેન્ડ(સાનિયા મલ્હોત્રા)ને ખબર પડે છે અને તે આ વાત તેની માતાને શેર કરે છે.

ત્યારબાદ આ ફેમિલી પ્રત્યે ધારણાઓ બનવાનું શરૂ થાય છે. ક્યારેક ઘરમાં દાદી ગુસ્સો કરે છે તો ક્યારેક પડોશી મજાક ઉડાવે છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાની માનાં પાત્રમાં નીના ગુપ્તા છે. નીના ગુપ્તા ટ્રેલરમાં ઘણી સેન્ટી પત્ની અને માનાં પાત્રમાં છે.

ફિલ્મનાં ટ્રેલરમાં દરેક પાત્રનાં ડાયલૉગ્સ જબરદસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત શર્માએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર જોતા જ તમને હસવુ આવશે. આ ફિલ્મ 19 ઑક્ટોબર 2018નાં રોજ રીલીઝ થશે.