લોન્ચ થયું 'નામ શબાના'નું Trailor : ક્લિક કરીને નહીં જુઓ તો કરશો ચોક્કસ પસ્તાશો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોન્ચ થયું ‘નામ શબાના’નું Trailor : ક્લિક કરીને નહીં જુઓ તો કરશો ચોક્કસ પસ્તાશો

લોન્ચ થયું ‘નામ શબાના’નું Trailor : ક્લિક કરીને નહીં જુઓ તો કરશો ચોક્કસ પસ્તાશો

 | 4:25 pm IST

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘નામ શબાના’નું નવું ટ્રેલર લોન્ચ થયું છે. આમાં તાપસીની ટીમ બેબીમાં શામેલ થવા પહેલાની વાર્તાને દેખાડવામાં આવી છે. આ ટ્રેલરમાં તાપસી પન્નુ દમદાર એક્શન કરતી જોવા મળે છે. આ જાસુસી થ્રિલર ફિલ્મમાં મનોજ બાજપાઈ તેમજ મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ મહત્વના રોલમાં છે. નીરજ પાંડેના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 31 માર્ચે રિલીઝ થવાની છે.

આ પહેલાં વુમન્સ ડે વખતે ફિલ્મનો દરદાર ડાયલોગ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તાપસીના રોલના ભારે વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે તે કઈ રીતે પોતાના મિશનમાં આડા આતા લોકોને સરળતાથી હેન્ડલ કરે છે.

‘બેબી’ ફિલ્મની અગાઉની કહાની આ ફિલ્મમાં જોવા મળશે. પિન્ક ફિલ્મ થકી નામના મેળવનાર તાપસીએ આ ફિલ્મમાં ભરપૂર એકશન દ્રશ્યો પણ આપ્યા છે. મનોજ બાજપેયી, ડેની, અનુપમ ખેર, પૃથ્વીરાજ સુકુમારન અને મધુરીમા તુલી સહિતના સશકત કલાકારો છે. સાથે અક્ષય કુમાર પણ છે. અક્ષયનો આ ફિલ્મમાં અડધા કલાકનો રોલ છે. માત્ર મોટો સ્ટાર હોવાથી તેને ફિલ્મમાં લેવાયો છે એવું નથી. પણ તેનો સશકત અને દમદાર રોલ છે. ઇન્ટરવેલ પહેલા જ તેની ફિલ્મમાં જોરદાર એન્ટ્રી થશે. ઇન્ટરવેલ પછી જ તેનો રોલ છે. અક્ષય કહે છે આ મારી ફિલ્મ ‘બેબી’ની પ્રિકવલ હોવાથી મેં કામ કરવાની હા કહી હતી. કદાચ હવે પછી બેબીની સિકવલ પણ બની શકે.