આજથી વારાણસી-વડોદરાને વચ્ચે વર્લ્ડકલાસ સુવિધા ધરાવતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ - Sandesh
  • Home
  • Gujarat
  • આજથી વારાણસી-વડોદરાને વચ્ચે વર્લ્ડકલાસ સુવિધા ધરાવતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

આજથી વારાણસી-વડોદરાને વચ્ચે વર્લ્ડકલાસ સુવિધા ધરાવતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

 | 9:09 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારો વારાણસી અને વડોદરાને જોડતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો આજે સવારે પ્રારંભ થયો. સવારે 6:15 વાગ્યે આ ટ્રેન ઉત્તરપ્રદેશના વારાણસી કેન્ટથી નીકળીને છિવરી, જબલપુર, ઇટારસી, ભુસાવળ, જલગાંવ, સુરત થઇને વડોદરા ખાતે રવિવારે સવારે આવી પહોંચશે. જે બુધવારે વડોદરાથી નીકળીને ગુરુવારે મધરાતે વારાણસી પહોંચશે.

વડાપ્રધાનના નરેન્દ્ર મોદી વડોદરામાંથી પણ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા. તેમણે વડોદરા બેઠક છોડી દીધી છે ત્યારે વડોદરાવાસીઓની વર્ષો જૂની વારાણસી સાથેની ટ્રેનની માગ સંતોષી છે.

મહાનામા એક્સપ્રેસમાં સુંદર ઇન્ટિરીયર ડિઝાઇન જોવા મળી રહી છે. એસી કોચમાં તો એલઇડી સ્ક્રીન પણ મુકવામાં આવ્યા છે. 18 કોચ વાળી આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસનો એક, સેકન્ડ એસીના 2 કોચ, 8 સ્લીપર કોચ, જનરલ કોચ, બ્રેકવાન, પેન્ટ્રીકાર વગેરેનો સમાવેશ થાય છે.

20901 અને 20902 નંબર આ ટ્રેનને આપવામાં આવ્યા છે. આ માસના પ્રારંભે વડોદરા ખાતે આવી પહોંચી હતી. રેલવે બોર્ડે આ ટ્રેનનો પ્રારંભ વારાણસી ખાતેથી કરવાનો હોવાથી વડોદરા ખાતેથી વારાણસી ખાતે મોકલી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન