PICS: 19 માળની બિલ્ડિંગમાંથી પસાર થાય છે ટ્રેન

236

ચીનના ચગક્વિંગ શહેરમાં 19 માળની રહેણાંક બિલ્ડિંગની વચ્ચેથી લાઈટ રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા છે. શહેરમાં 31 હજાર ચોરસ માઈલમાં પાંચ કરોડની વસતિ વસવાટ કરે છે. એન્જિનિયરોએ ક્રિએટિવ આઈડિયા અમલમાં મુકતા બિલ્ડીંગના છઠ્ઠાથી આઠમા માળ સુધી ઘરોની જગ્યાએ સ્પેશિયલ રેલવે સ્ટેશન બનાવ્યું છે. જ્યારે અન્ય માળ પર લોકો રહે છે અને તેમની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે. શહેરની ભૌગોલિક સ્થિતિ અને જગ્યાની અછતને ધ્યાનમાં લઈ બિલ્ડિંગની વચ્ચે રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા છે.

આ સાથે રેલવે ટ્રેકને લીધે લોકોને મુશ્કેલી ન પડે તેની પણ વિચારણા કરાઈ છે. ટ્રેનના અવાજને દાબી દેવા માટે ખાસ ઉપકરણો પણ મુકાયા છે. ઈમારતમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે ટ્રેન બિલ્ડિંગમાંથી પસાર થાય છે ત્યારે તેનો અવાજ ડીશ વોશર જેવો જ હોય છે.

ચોગક્વિંગ માઉન્ટેન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેની ચારે તરફ જંગલ અને પર્વતો છે. ચિગક્વિંગ રેલ ટ્રાન્ઝિટ પબ્લિક મેટ્રો સિસ્ટમ છે. તેનું સંચાલન ચોંગક્વિંગ રેલ ટ્રાન્ઝિલ લિમિટેડ કરે છે.