લાલુની તબિયત બગડતાં સારવાર માટે ટ્રેન 12 મિનિટ સુધી રોકવામાં આવી - Sandesh
  • Home
  • India
  • લાલુની તબિયત બગડતાં સારવાર માટે ટ્રેન 12 મિનિટ સુધી રોકવામાં આવી

લાલુની તબિયત બગડતાં સારવાર માટે ટ્રેન 12 મિનિટ સુધી રોકવામાં આવી

 | 10:59 am IST

લાલુ પ્રસાદ યાદવને આખરે ફરી રાંચી પહોંચાડવામાં આવ્યા છે. દિલ્હી એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા ચારા કૌભાંડના આરોપી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની કાનપુર પહોંચતા-પહોંચતા તબિયત બગડી હતી. જે પછી ટ્રેનમાં જ તેમની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 12 મિનિટ સુધી તેમની તપાસ કરવામાં આવ્યા પછી તેમને આગાળનો પ્રવાસ કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી.

દિલ્હીથી રાંચીના પ્રવાસ દરમિયાન લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી હતી, જેના કારણે ડોકટરોએ તેમને ઈન્સુલિન ઈન્જેકશન આપ્યું હતું. લાલુ પ્રસાદ હવે રાંચની રાજેન્દ્ર ઈન્સટીટ્યુટ ઓફ મેડીકલ સાયાન્સ (રિમ્સ)માં દાખલ થયા છે. તેમની તબિયત બગાડવાના કારણે દિલ્હીની એમ્સમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી ડોક્ટરો તરફથી રજા આપવામાં આવી અને દિલ્હી થી રાંચી રાજધાની એક્સપ્રેસમાં પાછા મોકલવામાં આવ્યા હતા. તેમની તબિયત દિલ્હીથી જ ખરાબ હતી પરંતુ ઈટાવા પછી તેમની તબિયત વધુ બગડતાં ડોકટરોને બોલવવામાં આવ્યા હતા.

કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ટ્રેનના પહોંચવા પહેલાં જ સૂચના આપવામાં આવી હતી. જેના કારણે રેલવેના ડો. રફીક પોતાની ટીમ સાથે પહોંચી ચુક્યા હતા. જેમાં તપાસ દરમિયાન તેમનું બ્લડ સુગર વધી ગયેલ જાણવા મળ્યું હતું. જે પછી તેમને ઈન્સુલિન આપવામાં આવ્યું હતું.

ખાસ વાત એ હતી કે દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસનું કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર 5 મિનિટ જ સ્ટોપ હતો પરંતુ લાલુ પ્રસાદની તબિયત બગડવાના કારણે ટ્રેનને ત્યાં 12 સુધી રોકવામાં આવી હતી. જે પછી તેમની સારવાર બાદ અને ડોકટરે પૂર્ણ ખાતરી આપ્યા બાદ જ ટ્રેન રવાના કરવામાં આવી હતી.