પત્નીની મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો ને IIS પતિનું અકસ્માતમાં મોત - Sandesh
  • Home
  • India
  • પત્નીની મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો ને IIS પતિનું અકસ્માતમાં મોત

પત્નીની મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો ને IIS પતિનું અકસ્માતમાં મોત

 | 2:07 pm IST

હજી તો પત્નીની હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો કે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં ફરજ બજાવવા જઈ રહેલા IIS અધિકારીનું નિધન થયું છે. આગરા-લખનૌ એક્સપ્રેસ-વે પર ઈટાવામાં ઉસરાહરના ભરતિયા કોઠી નજીક પુર ઝડપે જઈ રહેલી કારનું ટાયર ફાટતા કાટ પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનામાં તેમની પત્ની અને માતાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે.

મૃતક અધિકારીનું નામ દીપલ સક્સેના છે, જ્યારે તેમના પત્નીનું નામ સાક્ષી છે. દીપલ પત્ની અને માતા રશ્મિ દેવી સાથે દિલ્હીમાં નવા ખરીદેખા ફ્લેટમાં રહેવા જઈ રહ્યાં હતાં. કાર ચાલક સંદીપ કુમાર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે ઈટાવાના ભરતીયા કોઢી નજીક અચાનક કારના એક જ સાઈડના બંને ટાયર ફાટી ગયાં હતાં. જેના કારણે કાર દુર્ઘટનાનો શિકાર બની હતી.

દીપલ સક્સેના મે 2018માં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં પદભાર સંભાળવા જઈ રહ્યાં હતાં. દિપલના લગ્ન 12મી ડિસેમ્બરે જ જયપુરની રહેવાસી સાક્ષી માથુર સાથે થઈ હતી. હજી તો સાક્ષીના હાથની મંહેંડીનો રંગ પણ નથી ઉડ્યો કે દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના બાદ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. દીપલના પિતા ચંદ્ર પ્રકાશ સક્સેના લખનૌમાં બેંક અધિકારી છે.