ટ્રેનોની નિયમિતતાઃ મ. રે.નો મુંબઈ વિભાગ ૪૩માં ક્રમે   - Sandesh
  • Home
  • Mumbai
  • ટ્રેનોની નિયમિતતાઃ મ. રે.નો મુંબઈ વિભાગ ૪૩માં ક્રમે  

ટ્રેનોની નિયમિતતાઃ મ. રે.નો મુંબઈ વિભાગ ૪૩માં ક્રમે  

 | 1:39 am IST

। મુંબઈ ।

મેલ-એક્સપ્રેસ લોકલ ટ્રેનોની નિયમિતતા બે મહિનાના ગાળામાં ૯૦ ટકાથી વધુ હોવી જોઈએ એવો આદેશ રેલવે પ્રધાને આપ્યો હોવા છતાં મધ્ય રેલવેનો મુંબઈ વિભાગ એનાથી ઘણો દૂર છે. છેલ્લા કેટલાક મહિનાથી મધ્ય અને પશ્ચિમ રેલવેની મુંબઈ લોકલ તેમજ મેલ-એક્સપ્રેસ ટ્રેનોની નિયમિતતા ખોરવાઈ ગઈ છે. પાટામાં તડ પડવી, ઓવરહેડ વાયરો અને સિગ્નલોમાં ખામી, ટ્રેનોના એન્જિનમાં ખામી સહિત અન્ય કારણોસર ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ જાય છે.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે બે મહિનામાં ૯૦ ટકા નિયમિતતાનું લક્ષ્યાંક આપ્યું હતું. ઓગસ્ટ મહિનામાં મધ્ય રેલવેનો મુંબઈ વિભાગ ૫૫માં ક્રમે હતો જ્યારે ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમ્યાન ૪૩માં ક્રમે રહ્યો છે. એ હિસાબે થોડો સુધારો જરૂર થયો છે પણ ૯૦ ટકાનો લક્ષ્યાંક હજી ઘણો દૂર છે.

બીજી તરફ પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ વિભાગમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોની નિયમિતતા અગાઉ ૯૪.૯૯ ટકા હતી. એ વખતે આઠમા ક્રમે રહેલો મુંબઈ સેન્ટ્રલ વિભાગ હવે સાતમાં ક્રમે પહોંચ્યો છે. આ વિભાગની નિયમિતતા ૯૫.૮૨ ટકા છે.