Trains to start tomorrow, booking from today: Here All Information
  • Home
  • Featured
  • આજથી ટ્રેનનું બુકિંગ થશે શરૂ: અહીં ભાડું, ટિકિટ, રૂટ, સમય બધું જ જાણો

આજથી ટ્રેનનું બુકિંગ થશે શરૂ: અહીં ભાડું, ટિકિટ, રૂટ, સમય બધું જ જાણો

 | 8:21 am IST
  • Share

લોકડાઉનના લીધે દેશભરમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે આજથી ટ્રેન ટિકિટનું બુકિંગ શરૂ કરશે. આવતી કાલે એટલે કે મંગળવારથી રાજધાની દિલ્હીથી 15 સ્પેશ્યલ ટ્રેન દોડશે. આ ટ્રેન માટે સોમવાર સાંજે 4 વાગ્યે ઓનલાઇન ટિકિટ બુકિંગ થશે. ઘરે જતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ થશે અને જે સંપૂર્ણપણે સ્વસ્થ હશે તેને જ ઘરે જવાની મંજૂરી મળશે. આવો આ ટ્રેનની ટિકિટ બુકિંગ, રૂટ, ટાઇમ-ટેબલ અને ભાડા સાથે જોડાયેલી તમામ માહિતીને સારી રીતે સમજી લઇએ.

કયા-કયા જશે ટ્રેન?

પહેલાં દિવસે એટલે કે 12મી મેના રોજ રાજધાની દિલ્હીથી કુલ 15 સ્પેશ્યલ ટ્રેન ચાલશે. 15 ડેસ્ટિનેશન માટે પહેલાં તબક્કામાં નવી દિલ્હીથી ડિબ્રૂગઢ, અગરતાલા, પટના, બિલાસપુર, રાંચી ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, તિરૂવનંતપુરૂમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવી માટે ખાસ ટ્રેનનું સંચાલન થશે.

ટિકિટ કયારે અને કેવી રીતે મળશે?

પહેલાં તબક્કા માટે ટિકિટનું બુકિંગ સોમવારે એટલે કે આજે સાંજે 4 વાગ્યાથી થશે. ટ્રેનમાં ટિકિટ મેળવવા માટે IRCTCની વેબસાઇટ કે તેની મોબાઇલ એપ પર લોગઇન કરી ટિકિટ લેવી પડશે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે માત્ર આ ટ્રેનો માટે ટિકિટ માત્ર IRCTCની વેબસાઇટ (https://www.irctc.co.in/) કે પછી મોબાઇલ એપથી ઇન્ડિવિઝિયુઅલ યુઝરના એકાઉન્ટ પરથી જ બુક કરી શકાશે. તેના માટે એજન્ટ ના મારફત ટિકિટ કપાવી શકાશે નહીં.

સ્પેશ્યલ ટ્રેનનું ભાડું કેટલું છે?

આ સ્પેશ્યલ ટ્રેનોમાં રાજધાનીની બરાબર જ ભાડું હશે. કારણ એ પણ છે કે તમામ ટ્રેનોમાં માત્ર એસી કોચ જ લાગેલા હશે. તેની સીધી અસર પેસેન્જરના ખિસ્સા પર પડશે. લોકડાઉન દરમ્યાન જે પણ યાત્રીને મુસાફરી કરવાની જરૂર પડશે તેણે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

ઓછા પૈસામાં ઘરે કેવી રીતે જશે?

મજૂરો, કામદારો અને અન્ય જરૂરિયાદમંદોને ચિંતા કરવાની જરૂર નથી. રેલવે એ સ્પષ્ટતા કરી કે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પહેલાંની જેમ ચાલતી રહેશે અને મજૂરો ભાડું આપ્યા વગર જ તેમના ગંતવ્ય સુધી પહોંચી જશે. તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ જેવી ટિકિટ તેમાં મળશે નહીં. મતલબ કે તમારે કોઇપણ સંજોગોમાં સમયસર જ ટિકિટ લેવી પડશે. વધુ પૈસા આપીને તત્કાલ ટિકિટ મેળવવાના ભરોસે ના રહો.

દરેક જગ્યાએ થોભશે નહીં ટ્રેન

સ્પેશ્યલ ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા હશે નહીં. ગંતવ્ય સુધી ઝડપથી પહોંચવા અને અર્થતંત્રને બચાવા માટે આ ટ્રેનો માત્ર સીમિત સ્ટેશનો પર જ ટ્રેન થોભશે.

સ્ક્રીનિંગ બાદ જ પ્લેટફોર્મ પર મળશે એન્ટ્રી

રેલવેએ ટ્રેન શરૂ કરવાની સાથે જ સ્પષ્ટતા કરી છે કે કોરોનાને રોકવા માટે દરેક શકય પ્રયાસ કરાશે. રેલવેની તરફથી કહેવામાં આવ્યું છે કે પેસેન્જર માટે પ્રસ્થાન બિંદુ પર માસ્ક પહેરવું અને સ્વાસ્થ્ય તપાસ જરૂરી હશે. માત્ર એ લોકોને જ ટ્રેનમાં જવાની મંજૂરી મળશે જેમાં વાયરસના સંક્રમણના કોઇ લક્ષણ દેખાતા નહીં હોય.

જાણો સમગ્ર માહિતી : ભારતીય રેલવેનો મોટો નિર્ણય

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો