Tral Encounter Slain Militant Identified As Top JEM Commander Sham Sofi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર, ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ

જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર, ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ

 | 6:27 pm IST
  • Share

  • અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ

  • ત્રાલના તિલવાની મહોલ્લામાં થયું એન્કાઉન્ટર

  • સુરક્ષા દળોએ આતંકી શામ સોફીને ઠાર કર્યો

 

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક ભયાનક આતંકવાદીને ઠાર કર્યો હતો. ઠાર થયેલા આતંકવાદીની ઓળખ જૈશના ટોચના કમાન્ડર શામ સોફી તરીકે થઈ છે. અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સુરક્ષા દળોએ શામ સોફીને ઠાર કર્યો

પોલીસે જણાવ્યું કે સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની સંયુક્ત ટીમ તિલવાની વિસ્તારમાં શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારે જવાબી  કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ શામ સોફીને ઠાર કર્યો હતો.

તાજેતરમાં, સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંમાં બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓને મારી પાડ્યા હતા. સોમવારે તુલરાન વિસ્તારમાં કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. રેકડી લગાવનાર વિરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ ગાંદરબલનો રહેવાસી મુખ્તાર અહેમદ શાહ પણ ઠાર થયેલા ત્રણ આતંકવાદીઓમાં હતો.

ફેરીપોરામાં અન્ય એક સંયુક્ત ઓપરેશનમાં, આતંકવાદીઓએ મંગળવારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર ભારે ગોળીબાર કર્યો, જેના પર સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને ઓપરેશનમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો