transformation-of-ambani-family-then-and-now-photos
  • Home
  • Photo Gallery
  • થોડા વર્ષોમાં આટલો બદલાયો મુકેશ અંબાણીનો પરિવાર, જુઓ ટ્રાન્સફોર્મેશનના Photos

થોડા વર્ષોમાં આટલો બદલાયો મુકેશ અંબાણીનો પરિવાર, જુઓ ટ્રાન્સફોર્મેશનના Photos

 | 2:29 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર બિઝનેસ સિવાય ફીટનેસ મામલે પણ ઉદાહરણરૂપ છે. આ પરિવારની વેઇટ લોસ જર્ની શાનદાર છે. પરિવારના પહેલાના અને અત્યારના ફોટોઝ આ વાતનો પુરાવો છે.

મુકેશ અંબાણી અને નિતા અંબાણીના પહેલાના અને અત્યારના ફોટોઝને જોતા સાફ દેખાઇ આવે છે કે તેઓએ વજન ઘટાડવાની સાથે સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ કર્યો છે. નિતા અંબાણી દરેક મોટી ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર બેસ્ટ ડ્રેસ્ડ સેલેબ્સની લિસ્ટમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

તો તેમના ટ્વીન સંતાનો ઇશા અને આકાશમાં પણ ઘણું ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. આકાશે ઘણો વજન ઘટાડ્યો છે અને હવે એકદમ ફીટ અને શાનદાર દેખાઇ છે. તો ઇશા અંબાણીએ પણ નોંધપાત્ર વજન ઘટાડ્યો છે.

અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણી તો વેઇટ લોસના મામલે કોઇપણ માટે ઉદાહરણરૂપ છે. તેઓ 2016માં વેઇટ લોસના કારણે ચર્ચામાં રહ્યા હતા. તેઓએ એક્સસાઇઝ અને ડાયેટની મદદથી 18 મહિનામાં 108 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. આ માટે તેઓએ તેમની લાઇફ સ્ટાઇલમાં પણ ઘણું પરિવર્તન કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન