Trapped a young woman from Surat in a love trap and captured personal moments in her mobile
  • Home
  • Featured
  • અંગત પળો માણતી વખતે ફોટો-વીડિયો લેતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો, સુરતનો આ કિસ્સો વિચલિત કરશે

અંગત પળો માણતી વખતે ફોટો-વીડિયો લેતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો, સુરતનો આ કિસ્સો વિચલિત કરશે

 | 10:10 am IST

કામરેજના બે સંતાનના પિતાએ વરાછાની યુવતીને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. પ્રેમિકા સાથે માણેલી અંગત પળો મોબાઈલમાં કેદ કર્યા બાદ આ ફોટા-વીડિયો મિત્રોને આપી દીધા હતા. પ્રેમીએ તરછોડી દીધા બાદ તેના બે મિત્રોએ ફોટા-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને ફાર્મમાં લઈ જઈ છેડતી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, વરાછા ખાતે રહેતી 25 વર્ષીય પ્રેમિકા (નામ બદલ્યું છે) ઘરમાં લેસપટ્ટીનું કામ કરે છે. કામરેજના ખોલવડ ખાતે અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો સાગર વેલજીભાઈ ગજેરા બે સંતાનનો પિતા છે. સાગર પીડિતા પ્રેમિલાને લેસપટ્ટીનું કામ આપતો હતો. આ દરમિયાન સાગરે પ્રેમિલાને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી.

લગ્નની લાલચ આપી તેને પ્રેમિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાગરે પ્રેમિલા સાથેની અતરંગ પળોના ચોરીછૂપીથી મોબાઈલમાં ફોટાં પાડી લેવા સાથે વીડિયો પણ ઉતારી લીધો હતો. જે ફોટાં અને વીડિયો તેને મિત્રો જસ્મીન બોડા અને રમેશ ઘોઘારીને આપી દીધા હતા.

દરમિયાન કોઈક બાબતે ખટરાગ ઉભો થતા સાગરે પ્રેમિલાને તરછોડી દીધી હતી. ત્યારબાદ સાગરના બે મિત્રો જસ્મીન અને રમેશે આ ફોટાં અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી પીડિતાને કામરેજના ફાર્મમાં ઉપાડી જઈ શારીરિક અડપલાં કર્યા હતા અને ધાકધમકી પણ આપી હતી.

આખરે પીડિતાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સાગર વેલજી ગજેરા (રહે. અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ખોલવડ, કામરેજ), જસ્મીન બોડા (રહે- રિદ્ધિ ઓટો, સાગર સોસાયટીના નાકે, કપોદ્રા) અને રમેશ ઘોઘારી (રહે-પુણા) સામે બળાત્કાર, છેડતી, ધાકધમકી અને આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે.

પોલીસે સાગરને ઉંચકી લાવી પુછપરછ આદરી છે. સાગરે યુવતીના ફોટા કોને કોને ફોરવર્ડ કર્યા હતા એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાગરે તેના મોબાઈલમાંથી ડિલીટ કર્યા હોય એવા ડેટા રિકવર કરવા ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ પણ લેવાશે એવું સૂત્રો થકી જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન