અમેરિકામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા, જમવાની મદદ - Sandesh
  • Home
  • World
  • અમેરિકામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા, જમવાની મદદ

અમેરિકામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા, જમવાની મદદ

 | 1:34 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકામાં નવા કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે, જેને કારણે ત્યાં સંપૂર્ણ લોકડાઉન ચાલે છે, તેમાં ભારતીય વિદ્યાર્થીઓ ફ્સાઇ ગયા છે. તેમને રહેવાની અને જમવાની વિનામૂલ્યે સગવડ પૂરી પાડી અમેરિકામાં હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારતીયોએ દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. અમેરિકામાં કેટલાંય રાજ્યોમાં લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફ્સાઇ ગયા છે. તેમની મદદ માટે ત્યાં રહેનારા ભારતીય મૂળના હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયિકો આગળ આવ્યા છે. ફ્લાઇટ બંધ થઇ જવાને કારણે વતન ભારતમાં પાછા ફ્રી ન શકેલા ભારતીય વિદ્યાર્થીઓને આ હોટલ ઉદ્યોગમાં કાર્યરત ભારતીય લોકોએ રહેવા અને ભોજનની વિનામૂલ્ય સુવિધા પૂરી પાડી રહ્યા છે.

૭૦૦ હોટલે ૬ હજાર રૂમ વિદ્યાર્થીઓ માટે ફાળવ્યા  

ફ્લાઇટ બંધ થઇ જવાને કારણે તેઓ ભારતમાં પાછા ફ્રી શકે એમ ન હોવાથી હજારો ભારતીયો વિદ્યાર્થીઓ માટે રહેવાની પણ સમસ્યા પેદા થઇ ગઇ હતી. ત્યાર પછી ભારતીય વિદ્યાર્થીઓ માટે લગભગ ૭૦૦ હોટલોના ૬ હજાર રૂમ ફળવવાનો પ્રસ્તાવ આવ્યો છે. ભારતીય દૂતાવાસે હેલ્પ લાઇન નંબર પણ આપ્યો છે. અમેરિકામાં અઢી લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. અમેરિકામાં ભારતીય એલચી તરણજીતસિંહ સંધૂએ કહ્યું કે, એ જોઇને આનંદ થાય છે કે ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ભારતીય મૂળના અને અન્ય હોટલ માલિક આગળ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;