NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનમાં નદીના તળિયેથી મળ્યો 300 વર્ષ જૂનો ખજાનો

ચીનમાં નદીના તળિયેથી મળ્યો 300 વર્ષ જૂનો ખજાનો

 | 4:54 pm IST

ચીનના પુરાતત્વવિદોએ દક્ષિણ-પશ્ચિમના પ્રાંત સિચુઆનની નદીના તળિયેથી 300 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. આ ખજાનામાં સોના અને ચાંદીની 10 હજાર કરતાં વધારે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

સરકાર માલિકીની સમાચાર એજન્સી શિન્હુઆએ પ્રાંતના સાંસ્કૃતિક અને પુરાતત્વ સંશોધન સંગઠનના ડાયરેકટર ગાઓ ડાલુનને ટાંકતા જણાવ્યું હતું કે આ ખજાનામાં મળી આવી આવેલી વસ્તુઓમાં સોના, ચાંદી અને તાંબાના સિક્કા તથા ઘરેણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધાતુના શસ્ત્રોનો પણ સમાવેશ થતો હતો. ધાતુના આ હથિયારોમાં તલવાર, ખંજ્જર અને ભાલાનોસમાવેશ થાય છે.

ખજાનામાં આ ઉપરાંત સોના અને ચાંદીના વાસણોનો પણ સામેલ છે. ઘરેણાની ડિઝાઈનમાં તે સમયની સંસ્કૃતિ અને રીતરીવાજનું પ્રતિબિંબ પડે છે. સિચુઆનની રાજધાની ચેગદૂથી 50 કિમી દૂર પુરાતત્વવિદોએ ખોદકામ શરૂ કર્યું છે. આ સ્થળે 2017ના જાન્યુઆરીથી ખોદકામનો આરંભ કરાયો હતો અને આ કામગીરી એપ્રિલ મહિના સુધી ચાલુ રહેશે. હાલમાં આ સ્થળે ઉનાળાની ઋતુ છે. પુરાતત્વવિદોને હજુ વધુ પ્રાચિન વસ્તુઓ મળી આવવાની અપેક્ષા છે.

કિસાન ક્રાંતિના નેતા ઝાંગ શિનઝોંગને મિંગ વંશના સૈનિકોએ 1646માં હરાવ્યા હતાં. ઝાંગ શિનઝોંગ તેમની પાસેનો ખજાનો દક્ષિણમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. યુદ્ધ વખતે એક હજાર હોડીઓમાં લઈ જવાતા સિક્કા અને કિંમતી વસ્તુઓ નદીમાં ડૂબી ગઈ હતી.