Travel and Tourism India Best Hill Station In North India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • દેશમાં સૌથી લોકપ્રિય છે આ હિલ સ્ટેશન, એકવાર તો મુલાકાત લેવા જવું જ પડે

દેશમાં સૌથી લોકપ્રિય છે આ હિલ સ્ટેશન, એકવાર તો મુલાકાત લેવા જવું જ પડે

 | 5:56 pm IST
  • Share

27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હવે આ દિવસને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. વિશ્વ પર્યટન દિવસ ઉજવવાનો હેતુ એ હોય છે કે લોકોને પર્યટન પ્રત્યે જાગૃત કરવામાં આવે. જયારે લોકો કોઈ પણ સ્થળે ફરવા જાય છે ત્યારે તેઓ જ્યાં રોકાય છે, ત્યાં જે જગ્યાઓ જોવા જાય છે, ખરીદી કરે છે, એ બધી જ બાબતોનો સીધો જ સંબંધ એ લોકો સાથે હોય છે જેમનો રોજગાર પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલો હોય છે. એટલા માટે લોકોને એ સમજાવવું જરૂરી છે કે પર્યટન કેટલું જરૂરી છે.

તો આજે ચાલો કે દેશના એવા લોકપ્રિય હિલ સ્ટેશન વિશે જાણીએ કે જ્યાં ફરવા જવાની દરેક વ્યક્તિની ઈચ્છા થતી જ હશે અને આ જગ્યાઓ તેમની પ્રિય જગ્યાઓમાં ટોચ પર આવતી હશે.

શિમલા – જયારે દેશના હિલ સ્ટેશન વિશે વાત કરવામાં આવે અને શિમલાનો ઉલ્લેખ ન થાય એ તો કેમ બને. હિમાચલ પ્રદેશમાં આવેલા શિમલામાં એવા કુદરતી દ્રશ્યો તમને જોવા મળે છે કે તમારું મન મોહી લે છે. અહીં તમે મૉલ રોડ, ક્રાઈસ્ટ ચર્ચ, કુફરી, ચૈલ, નારકંડા જેવી જગ્યાઓ જોવા જઈ શકો છો.

મનાલી – શિમલા જેવું જ મનાલીનું છે, આ પણ દેશનું લોકપ્રિય હિલ સ્ટેશન છે. અહીં દરેક ઋતુમાં જોવા લાયક નજારો હોય છે. અહીં જોવા લાયક જગ્યાઓમાં મનુ ટેમ્પલ, જોગિની વોટરફૉલ, વશિષ્ઠ ટેમ્પલ, નગર કૈસર, પિન વેલી નેશનલ પાર્ક અને રોહતાંગ પાસનો સમાવેશ થાય છે. અહીં તમને બરફવર્ષા પણ જોવા મળે છે.

દાર્જિલિંગ – દાર્જિલિંગ પશ્ચિમ બંગાળના ઉત્તરમાં પૂર્વીય હિમાલયની તળેટીમાં આવેલું છે, જે ખૂબ જ સુંદર છે. લોકો અહીં તેમના મિત્રો, પરિવાર સાથે આવે છે કે પાર્ટનર સાથે હનીમૂન માટે આવે છે. અહીં તમે ટાઇગર હિલ, બટાસિયા લૂપ, હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા સ્થળોની મુલાકાત લઇ શકો છો.

નૈનિતાલ – ઉત્તરાખંડમાં વસેલું નૈનીતાલ તેની સુંદરતા અને નૈની તળાવ માટે જાણીતું છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે અને ઘણી સારી યાદો સાથે પરત ફરે છે. અહીં તમે સ્નો વ્યૂ પોઇન્ટ, ટિપ ઇન ટોપ, નૈના પીક જેવા સ્થળોની મુલાકાત લઇ શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો