Travel And Tourism Places To Visit Kapurthala Paris Of Punjab
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંજાબનું પેરિસ છે કપૂરથલા, ભવ્ય પ્રાચીન ઇમારતો સાથે તેના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત

પંજાબનું પેરિસ છે કપૂરથલા, ભવ્ય પ્રાચીન ઇમારતો સાથે તેના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત

 | 7:16 pm IST
  • Share

પંજાબમાં આવેલા શહેર કપૂરથલાને સામાન્ય રીતે આપણે ભારતીય રેલવેના કોચ બનાવવાની ફેકટરીના કારણે જાણીએ છીએ, પણ એ વાતથી ઘણા લોકો અજાણ છે કે આ શહેરને પેરિસ સાથે સરખાવવામાં આવે છે. એની પાછળનું કારણ એ છે કે આ શહેરમાં ઉત્કૃષ્ટ સ્થાપત્યના ઘણા નમૂનાઓ જોવા મળે છે. પંજાબના પેરિસ તરીકે જાણીતા, આ શહેરના સ્થાપત્યો ઇન્ડો-સરસેનિક અને ફ્રેન્ચ શૈલીઓને પ્રતિબિંબિત કરે છે. 11મી સદીમાં જેસલમેરના ભાટી રાજપૂત કુળ દ્વારા સ્થાપિત, આ શહેરમાં એક સમયે મહાન આહલુવાલિયા રાજવંશનું શાસન હતું. આ શહેર તેની ભવ્ય પ્રાચીન ઇમારતો સાથે તેના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીં ઘણા જોવા લાયક સ્થળો છે.

એલિસી પેલેસ

કપૂરથલામાં વાસ્તુકળા માટે પ્રખ્યાત ઉત્કૃષ્ટ ઇમારતોની કોઈ કમી નથી અને તેમાંથી એક છે એલિસી પેલેસ. 1962માં કુંવર બિક્રમ સિંહે બંધાવેલ, આ મહેલનું ઇન્ડો-ફ્રેન્ચ સ્થાપત્ય તેના સમયના સ્થાપત્ય અને સમૃદ્ધિની વાત કરે છે. આ મહેલ હવે મોન્ટગોમેરી ગુરુ નાનક શાળામાં ફેરવાઈ ગયો છે.

જગતજીત મહેલ

કપૂરથલાના પૂર્વ મહારાજા જગતજીત સિંહ આ મહેલમાં રહેતા હતા. જગતજીત પેલેસનું અસ્તિત્વ વર્ષ 1908થી છે, આ પણ અદભૂત સ્થાપત્યકળાનો અદભૂત નમૂનો છે. જગતજીત પેલેસમાં રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી માટે છોકરાઓને તાલીમ આપવા માટે સૈનિક શાળા પણ છે. તે કપૂરથલામાં જોવાલાયક સ્થળોમાંનું એક છે.

કાંજલી વેટલેન્ડ

1870માં બિયાસ નદીની આજુબાજુના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે કાંજલી વેટલેન્ડ 56 ચોરસ મીટર જમીનના વિસ્તારમાં આવેલી છે. માનવસર્જિત વેટલેન્ડ એક સુંદર પિકનિક સ્પોટ છે જેમાં ચારેય તરફ કુદરતી સૌંદર્ય ફેલાયેલું છે. આ સ્થળ પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે ફોટોગ્રાફી માટે ખૂબ જ પ્રખ્યાત છે.

શાલીમાર ગાર્ડન

વિશિષ્ટ સ્થાપત્ય પ્રદર્શન માટે પ્રખ્યાત, શાલીમાર ગાર્ડન હંમેશા પ્રવાસીઓથી ભરેલો રહે છે. શહેરની ધમાલથી દૂર આ સ્થળે આવીને, તમે ખૂબ શાંતિ અને હળવાશ અનુભવો છો. પ્રવાસીઓ આ બગીચામાં આરામથી બેસીને કલાકો પસાર કરી શકે છે.

કપૂરથલાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સૌથી અનુકૂળ છે. આ દરમિયાન હવામાન સુખદ રહે છે. કપૂરથલા પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ અમૃતસરમાં આવેલું છે જે શહેરથી લગભગ 82 કિમી દૂર છે. કપૂરથલા રેલવે સ્ટેશન શહેરના મધ્યમાં આવેલું છે અને દેશના વિવિધ મુખ્ય માર્ગો પરથી અવારનવાર ટ્રેનો દ્વારા આવે છે. કપૂરથલા રોડ દ્વારા તેના નજીકના શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન