લોકોની ભીડથી જવું છે દૂર? તો અ'વાદની નજીક આ 4 જગ્યાઓ છે બેસ્ટ - Sandesh
  • Home
  • Food & Travel
  • લોકોની ભીડથી જવું છે દૂર? તો અ’વાદની નજીક આ 4 જગ્યાઓ છે બેસ્ટ

લોકોની ભીડથી જવું છે દૂર? તો અ’વાદની નજીક આ 4 જગ્યાઓ છે બેસ્ટ

 | 9:50 am IST

જો તમે આ વેકેશનમાં અમદાવાદની આસપાસ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ પ્લેસ તમારા માટે ખૂબ જ મસ્ત છે. આ સ્થળો પર તમને ફરવાનો એક અનેરો જ આનંદ મળશે. તો મારી લો તમે પણ એક લટાર આ સ્થળો પર…

1. ઝાંઝરી
ઝાંઝરી અમદાવાદથી અંદાજે 70 કિ.મી દુર આવેલ છે. દહેગામ-બાયડ હાઈવે રસ્તાથી 5 કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી (ડાભા) ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતું આ સ્થળ છે. ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દ્રશ્ય બનાવે છે જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર છે. ગંગેશ્વર મહાદેવના દર્શનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળ તમને ચોક્કસ ગમશે.

2. થોર
અમદાવાદથી લગભગ 25 કિમીના અંતરે આવેલું આ સ્થળ મનમોહક છે. થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

3.ગાંધીનગર
અમદાવાદથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટી ની સામે) છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકર્ણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિ) પણ જોવા લાયક છે.

4.અડાલજની વાવ
આ વાવ કૂવાનો એક પ્રકાર છે, જેમાં કુવો પગથીયા સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કુવામાંનાં પાણી સુધી પગથીયા દ્વારા પહોંચી શકાય તેવો કુવો. અડાલજ ગામની સીમમાં ઇ.સ. 1499ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા. આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક સરસ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે “જયા” પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ 251 ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ 50 ફૂટ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન