Travel: Interesting Facts Related To The Symbol Of Love Taj Mahal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો કદાચ તાજમહેલ સફેદને બદલે કાળા રંગનો હોત! જાણો તાજમહેલ વિશે જાણી-અજાણી વાતો

…તો કદાચ તાજમહેલ સફેદને બદલે કાળા રંગનો હોત! જાણો તાજમહેલ વિશે જાણી-અજાણી વાતો

 | 5:10 pm IST
  • Share

વિશ્વની સાત અજાયબીઓમાંથી છે એક આગ્રામાં આવેલો તાજમહેલ, જે પોતાની સુંદરતા માટે આખા વિશ્વમાં જાણીતો છે. દૂર-દૂરથી લોકો પ્રેમના પ્રતીક સમા આ મકબરાને જોવા આવે છે. વર્ષ 1983માં તાજમહેલને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો હતો. તાજમહેલનું નિર્માણ શાહજહાંએ 1632માં શરુ કરાવ્યું થયુ અને તે 1656માં બનીને તૈયાર થઇ ગયો હતો.

ઇતિહાસકારોના કહેવા પ્રમાણે શાહજહાંના કાર્યકાળમાં વાસ્તુકલાનું પુનર્જાગરણ થયું હતું. તેમને ઘણી ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું જે અત્યારે હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે, જેમાં લાલ કિલ્લો, જામા મસ્જિદ, તાજમહેલ મુખ્ય છે. તાજમહેલ વિશે એવી ઘણી વાતો છે જે પ્રચલિત છે અને ઘણી એવી વાતો છે કે જે વિશે ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ તાજમહેલ વિશે એવી કેટલીક હકીકતો –

તાજમહેલના કારીગર વિશે લોકો એવું કહે છે કે તાજમહેલના નિર્માણ બાદ તેના કારીગરના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. પણ આ તદ્દન ખોટું છે. તાજમહેલના નિર્માણ બાદ કારીગર અહેમદ લૌહારીએ લાલ કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું હતું.

તાજમહેલના નિર્માણમાં આરસપહાણના પથ્થરો પર કોતરણીકામમાં કુલ 17 વર્ષ લાગ્યા હતા. તાજમહેલના નિર્માણના કામમાં 22 હજાર મજૂરો લાગ્યા હતા. ઇતિહાસકારોના કહેવા પ્રમાણે, તાજમહેલના નિર્માણમાં 1000 હાથીઓ પાસેથી માલ લાવવાનું કામ લેવામાં આવ્યું હતું.

એ સમયે તાજમહેલના નિર્માણમાં 32 મિલિયનનો ખર્ચો થયો હતો. અત્યારે આની કિંમત 1 બિલિયન ડોલર છે. તાજમહેલમાં લગાવવામાં આવેલા પથ્થરો તિબેટ, ચીન અને શ્રીલંકા સહીત ભારતના બીજા ભાગોમાંથી મંગાવવામાં આવ્યા હતા.

ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી હસ્તલિપીના છંદ તાજમહેલની દીવાલ પર કોતરવામાં આવ્યા છે. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, તાજમહેલ કુતુબમિનાર કરતા 5 ફુટ ઊંચો છે.

શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું, પણ એમની ઈચ્છા તાજમહેલ કાળા રંગનો બનાવવા માંગતા હતા, પણ તેમના દીકરાએ મધ્યસ્થી કરીને સફેદ આરસપહાણથી તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન