રાજસ્થાનના જલમહેલની સુંદરતા જોઇને તમને પણ થશે આશ્વર્ય, ફરવા માટે બેસ્ટ - Sandesh
  • Home
  • Food & Travel
  • રાજસ્થાનના જલમહેલની સુંદરતા જોઇને તમને પણ થશે આશ્વર્ય, ફરવા માટે બેસ્ટ

રાજસ્થાનના જલમહેલની સુંદરતા જોઇને તમને પણ થશે આશ્વર્ય, ફરવા માટે બેસ્ટ

 | 7:36 pm IST

દુનિયાભરમાં મશહૂર રાજસ્થાનનો ઇતિહાસ, કિલ્લા, મહેલ અને સંસ્કૃતિને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. અંહી ફરવા માટે ઘણી એવી ઐતિહાસિક જગ્યાઓ છે કે અંહી તમને ફરવામાં મહિના લાગી જશે. જોકે રાજસ્થાનમાં ફરવા માટે ઘણી એવી જગ્યાઓ છે.પરંતુ આજે અમે તમને અંહી સ્થિત જલમહલ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. રાજસ્થાન જયપુર માનસાગર સરોવરની વચ્ચે બનેલા આ મહેલની સુંદરતા જોઇને તમે પણ હેરાન રહી જશો. આવો જોઇએ આ મહેલ અંગે ઘણી વાતો.


આશરે 300 વર્ષ પહેલા બનેલો જલમહલ માનસાગર સરોવરની વચ્ચે સ્થિત છે. આ મહેલને જોવા માટે તમારે બોટમાં જવું પડે છે. આ મહેલની અંદર જવા માટે 3 દરવાજા બનાવવામાં આવે છે. તેની સુંદરતા પ્રવાસીઓનું આકર્ષણનું મુખ્ય કારણ છે. જેને જોવા માટે દૂર-દૂરથી ટૂરિસ્ટો આવે છે. 5 માળના આ મહેલની 4 માળ પાણીની અંદર રહે છે. ફક્ત એક માળજ પાણીની ઉપર નજરે પડે છે.


હોલનુમા આકારમાં બનેલા આ મહેલ આગળની તરફથી ઝૂકેલો છે. અને તેની ચારેય બાદુ અગાશી બનેલી છે. અંહી ઉભા રહીને તમે માનસાગરના સરોવરની ઠંડી હવાની મજા લઇ શકો છો. તે સિવાય આ મહેલમાં નક્શીકામ કરેલું છે. તેની ચારેય તરફ બનેલા સ્તંભ રાજાઓની કલા પ્રેમ દર્શાવે છે.


મહેલની સુંદરતા સિવાય તમે અંહી બનેલા હેંગિગ ગાર્ડનની પ્રાકૃતિક સુંદરતાની મજા લઇ શકો છો. રાતના સમયે આ મહેલની સુંદરતા જોવા લાયક હોય છે. જલમહલ સિવાય જયપુરમાં ઘણી ઐતિહાસિક ઇમારત જેમ કે હવા મહેલ, આમેરનો કિલ્લો અને નાહરગઢનો કિલ્લો પણ જોઇ શકો છો.