Travel Restrictions Eased For These OCI Cardholders Stranded Abroad
  • Home
  • Featured
  • વીઝા નિયમોમાં છૂટ…OCI કાર્ડધારકો આ શરતો સાથે ભારત આવી શકશે

વીઝા નિયમોમાં છૂટ…OCI કાર્ડધારકો આ શરતો સાથે ભારત આવી શકશે

 | 7:00 am IST

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકારે વિદેશમાં ફ્સાયેલા પ્રવાસી ભારતીય નાગરિક (OCI કાર્ડ) કાર્ડ ધારકોને કેટલીક પસંદગીની શ્રેણીઓ હેઠળ દેશમાં આવવાની મંજુરી આપી છે. ગૃહ મંત્રાલયના આદેશાનુસાર જે લોકોને ભારત આવવાની અનુમતિ અપાઇ છે, તેમાં એવા ઓસીઆઇ કાર્ડ ધારો છે, જેઓ પરિવારમાં કોઇને કોઇ કટોકટીની સ્થિતિને કારણ ભારત આવવા માંગે છે. વિદેશમાં જન્મેલા ભારતીય નાગરિકોના એ સગીર બાળકોને પણ ભારત આવવાની પરવાનગી અપાઇ છે, જેઓ ઓસીઆઇ કાર્ડ ધરાવે છે. એ ઉપરાંત એ દંપતીઓને પણ ભારત આવવાની મંજુરી અપાઇ છે, જેમનામાંથી એક પાસે ઓસીઆઇ કાર્ડ છે અને બીજો ભારતીય નાગરિક છે તેમજ તેમનું ભારતમાં કોઇ સ્થાયી નિવાસ છે.

કઇ ૪ શ્રેણીઓને અપાઇ રાહત ?

  1. જેઓ સગીર બાળકોને ભારત લઇ આવવા માંગે છે, ભલે બાળકો વિદેશમાં જન્મ્યા હોય.
  2. પરિવારમાં કોઇનું મૃત્યુ થયું હોય અને ઇમરજન્સીમાં આવવા માંગે છે.
  3. પતિ અને પત્નીમાંથી એક પાસે ઓસીઆઇ કાર્ડ હોય અને બીજો માત્ર ભારતીય નાગરિક હોય
  4. વિદેશમાં ભણતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમના માતા પિતા ભારતમાં રહેતા હોય

આ વીડિયો પણ જુઓ : ડૉ. હર્ષવર્ધને ડબ્લ્યૂએચઓના એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન