NIFTY 10,087.15 +81.10  |  SENSEX 32,142.72 +260.56  |  USD 64.0050 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ગુજરાતના આ પ્લેસ પર ફરવાની આવે છે જોરદાર મજા, જોયુ તમે?

ગુજરાતના આ પ્લેસ પર ફરવાની આવે છે જોરદાર મજા, જોયુ તમે?

 | 4:30 pm IST

ભુજ શહેરનું નામ ભુજિયો ડુંગર પરથી પડ્યું છે. જે શહેરના પૂર્વીય ભાગમાં સ્થિત છે. તેને વિશાળ નાગ ભુજંગનું સ્થળ માનવામાં આવે છે. જેને સમર્પિત એક મંદિર આ પર્વતોની ચોટી પર સ્થિત છે. આ સાથે ભુજને પૂર્વ ઐતિહાસિક દિવસોથી શરૂ થતા ભારતીય ઇતિહાસ સાથે એક મજબૂત સંબંધ છે.

સિંધુ ઘાટી સંસ્કૃતિ અને મહાન સિંકદરના શાસનકાળથી લઇને જાડેજા રાજપૂત, ગુજરાત સલ્તનત અને બ્રિટિશ શાસન સુધી ભુજનો ઇતિહાસ દરેક તબક્કામાં જોવા મળ્યો છે. 18મી સદીમાં રાવ ગોડજે તત્કાલિન રાજનીતિક પરિસ્થિતિઓથી કચ્છને બચાવવા ભુજનો કિલ્લો બનાવડાવ્યો હતો. આ પરિસ્થિતિઓ મુગલ સામ્રાજ્યના પતનના કારણે પેદા થઇ હતી. આ કિલ્લામાં 11 મીટર દિવાલો અને શહેરની ચારેકોર 51 બંદૂકો છે.

ભુજમાં ફરવા માટે અનેક ઐતિહાસિક પ્રવાસન સ્થળ છે. 1991માં કચ્છના રાજા મદન સિંહનું મૃત્યુ થયું ત્યાં સુધી શરદ બાદ પેલેસ કચ્છના અંતિમ રાજા મદ સિહનું નિવાસ સ્થાન હતું. આઇના મહેલ એટલે કે અરીસાના હોલનું નિર્માણ રાજા લખપતજીના શાસનકાળ દરમિયાન માસ્ટર શિલ્પકાર રામ સિંહ મલન દ્વારા બનાવવામાં આવ્યું હતું. રામ પ્રાગમલજી દ્વારા અધિકૃત પ્રાગ મહેલના ઘંટા ઘરને ઇટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ભુજના સ્વામીનારાયણ મંદિરની ઇમારતની ચારેકોર ચમકતા રંગના લાકડાઓમાં કોતરણી છે, જેમાં મોટાભાગે ભગવાન કૃષ્ણ અને રાધાની કહાણીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સાથે ભુજમાં શરદ બાગ પેલેસ પણ ખૂબ જ મસ્ત છે.