શ્રાવણ માસમાં આ શિવલિંગના દર્શન કરવાથી થાય છે પુણ્યની પ્રાપ્તિ.. - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં આ શિવલિંગના દર્શન કરવાથી થાય છે પુણ્યની પ્રાપ્તિ..

શ્રાવણ માસમાં આ શિવલિંગના દર્શન કરવાથી થાય છે પુણ્યની પ્રાપ્તિ..

 | 4:59 pm IST

કહેવાય છે કે, ચકુડિયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે શિવજી…જો કે આ પાવન ધામની વિશેષતા એ છે કે, અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્રાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને અનેક શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

આ સાથે ચકુડિયા મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં આ વિશાળ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. આ શિવલિંગ 21 ફૂટ ઉંચુ છે અને મંદિરમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગની જેમ જ આ શિવલિંગના દર્શનનો પણ અનેરો મહિમા છે. અહીં વિશાળ શિવલિંગની આસપાસ દ્રાદશ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરાઇ છે. જો કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ આ જ્યોતિર્લિંગ પર અભિષેક પણ કરે છે. અને કહેવાય છે કે, જેઓ આ દ્રાદશ જ્યોતિર્લિંગની પાંચ વાર પરિક્રમા કરે છે તેમને બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યાના પુણ્યની પ્રાપ્તિ થાય છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, શ્રદ્ધાળુઓ ચકુડિયા મહાદેવને લાડમાં ચકુડિયા દાદા કહે છે. દાદાના આ પાવન ધામમાં પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ સાથે ચકુડિયા મહાદેવમાં શ્રદ્ધાળુઓને રામ દરબારના પણ દર્શન થાય છે. કોઇપણ વ્યક્તિ મનમાં ભાવ અને શ્રદ્ધા સાથે એકવાર ચકુડિયા દાદાનું નામ લે છે તેમનાં જીવનમાં આધિ..વ્યાધિ..ઉપાધિ…એમ દેવાધિદેવ ભક્તોના તમામ કષ્ટ હરી લે છે અને મનોવાંચ્છિત ફળ અપાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન