શ્રાવણમાં લોકો લે છે ગુજરાતના 'આ' કૂંડમાં ન્હાવાનો અનેરો લ્હાવો - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણમાં લોકો લે છે ગુજરાતના ‘આ’ કૂંડમાં ન્હાવાનો અનેરો લ્હાવો

શ્રાવણમાં લોકો લે છે ગુજરાતના ‘આ’ કૂંડમાં ન્હાવાનો અનેરો લ્હાવો

 | 4:44 pm IST

જામનગર નજીક ભાણવડથી 18 કિ.મી.ના અંતરે બરડા ડુંગરની રમણીયતામાં આવેલા કિલેશ્વર મહાદેવનું પ્રાચીન હજારો વર્ષ પુરાણું મંદીર આવેલું છે. હાલ ચાલતા શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે સારા વરસાદને કારણે અહીં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.

બરડાની ડુંગરમાળા વચ્ચે પવિત્ર કિલગંગા અને રેવતી કુંડના નજીક આવેલા કિલેશ્વર મહાદેવનો ઈતિહાસ જોઈએ તો ભગવાન કૃષ્ણએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન નદી કિનારે કિલ્લો બનાવી વસવાટ કર્યો હતો. અને કિલ્લાની અંદર યુધિષ્ઠરના હસ્તે સ્વયંભુ શિવલીંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. તેથી આ મંદિર કીલેશ્વરના નામથી પ્રખ્યાત થયું છે.

મંદિરની સુંદર જાળવણી જામનગરના જામસાહેબ શત્રુશલ્ય સિંહજીના જામ ધર્માદા સેવા સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જે શિવલિંગની પુજા અર્ચના કરતાં હતા, તેવા પ્રાચીન સ્વયંભુ કીલેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને અહીં નદીમાં પાણીમાં ન્હવાનો આનંદ સાથો સાથ અહીં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની કુદરતી નઝારાનો બેવડો આનંદ મળે છે. યુવાનો અહીં ઓવર ફલો થતા ધોધમાં ન્હવાનો ફોટા પાડવાનો આનંદ પણ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન