જો એકવાર ફરી લેશો ગુજરાતનું આ સ્થળ, તો નહિં થાય બીજે ક્યાંય જવાની ઇચ્છા - Sandesh
  • Home
  • Food & Travel
  • જો એકવાર ફરી લેશો ગુજરાતનું આ સ્થળ, તો નહિં થાય બીજે ક્યાંય જવાની ઇચ્છા

જો એકવાર ફરી લેશો ગુજરાતનું આ સ્થળ, તો નહિં થાય બીજે ક્યાંય જવાની ઇચ્છા

 | 5:41 pm IST

આજે અમે તમને ગુજરાતના એવા પ્રવાસન સ્થળની મુલાકાત કરાવીશું જ્યાં ફરતાની સાથે જ તમે એકદમ આનંદ અનુભવશો. તો આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિજયનગરના પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પોળોના જંગલોમાં તમે એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં તમને નગરના અવશેષો પણ જોવા મળશે.

આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે. વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે. ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવના મંદિરનું પણ આગવું મહત્વ છે.

કેવી રીતે જશો
અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહીં તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરાકાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન