પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ જ્યોર્તિલિંગ છે બેસ્ટ - Sandesh
NIFTY 10,564.05 +37.85  |  SENSEX 34,433.84 +102.16  |  USD 65.7450 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ જ્યોર્તિલિંગ છે બેસ્ટ

પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ જ્યોર્તિલિંગ છે બેસ્ટ

 | 11:24 am IST

વૈજનાથ જ્યોર્તિલિંગ પરિવાર સાથે ફરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. અહિંનું મુખ્ય મંદિર સવારે 4.00 કલાકે ખૂલી જાય છે. સવારે 4.00 થી 5.30 કલાક સુધી મંદિરના મુખ્ય પૂજારીઓ દ્વારા ષોડશોપચાર પૂજા થાય છે. સ્થાનિક લોકો તેને સરકારી પૂજા કહે છે. સવારે 5.30 કલાકથી બપોરે 3.30 કલાક સુધી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલે છે, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા અભિષેક-પૂજા વગેરે કરી શકાય છે. બપોરે 3.30 કલાકથી 6.00 કલાકે બંધ થાય છે. સાંજનો સમય શૃંગારનો છે. સાંજે 7.30 કલાકના સમય આસપાસ મંદિરમાં આરતી પણ થાય છે. સાંજના સમય દરમિયાન શ્રદ્ધાળુઓ માત્ર શૃંગારદર્શન જ કરી શકે છે. આ સમય દરમિયાન પૂજા થઈ શક્તી નથી. શ્રાવણ માસમાં અને અન્ય મોટા તહેવારોમાં આ મંદિરને ઘણીવાર રાત્રે મોડેથી બંધ કરવામાં આવે છે.

આજુબાજુના દર્શનીય સ્થળો
વૈજનાથધામની આસપાસ 20થી પણ વધારે દર્શનીય સ્થળો છે, જેમાં હરીલા જારી, ત્રિકુડ પહાડ, તપોવન, આજગેબીનાથ, બૈજુ મંદિર, વાસુકિનાથ મંદિર, દેવસંઘ મઠ, હાથી પહાડ, જૈન મંદિર, કુંડેશ્વરી, લીલા મંદિર, માનસરોવર, નંદન પહાડ, નૌ-લખા મંદિર છે.

કેવી રીતે જશો?
ગુજરાતના મોટા ભાગના શ્રદ્ધાળુઓ માટે ભારતના પૂર્વ ભાગમાં ઝારખંડ રાજ્યમાં આવેલા વૈજનાથધામમાં કેવી રીતે જવું તે પ્રશ્ન સૌથી વધુ મૂંઝવતો રહે છે. અમદાવાદથી વૈજનાથધામની કોઈ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી જશીદીહની મુસાફરી એકદમ સરળ સાબિત થાય તેવી છે. વૈજનાથધામનું નજીકનું રેલવે સ્ટેશન જશીદીહ છે, જે દેવઘરથી સાત કિમી દૂર આવેલું છે. દિલ્હીથી વાયા પટના થઈને હાવરા જતી ટ્રેનમાં જશીદીહ રેલવે સ્ટેશન આવે છે. પટનાથી જશીદીહ જતાં સાડા ત્રણ કલાક લાગે છે. નવી દિલ્હીથી અઠવાડિયામાં ચાર દિવસ પૂર્વા એક્સપ્રેસ ઉપડે છે. સાંજે 4.25 કલાકે ઉપડતી પૂર્વા એક્સપ્રેસ બીજા દિવસે સવારે 11.44 કલાકે જશીદીહ રેલવે સ્ટેશને પહોંચાડે છે. વળતા પ્રવાસમાં પૂર્વા એક્સપ્રેસ 12.20 કલાકે જશીદીહ રેલવે સ્ટેશનેથી ઉપડી બીજા દિવસે સવારે 7.05 કલાકે નવી દિલ્હી રેલવે સ્ટેશને પહોંચાડે છે. દિલ્હી અને જશીદીહ વચ્ચેનું રેલવેરૂટનું 1220 કિમી છે.