travel tourism visit these cities on Christmas with friends and family
  • Home
  • Top News
  • આ જગ્યાઓ પર કરો મિત્રો અને પ્રિયજનો સાથે ક્રિસમસની ઉજવણી

આ જગ્યાઓ પર કરો મિત્રો અને પ્રિયજનો સાથે ક્રિસમસની ઉજવણી

 | 2:24 pm IST
  • Share

  • ઘણા લોકોને ડિસેમ્બરમાં ફરવાનું ખૂબ પસંદ હોય છે

  • ક્રિસમસની ઉજવણી કરવા માટે દેશમાં આ જગ્યાઓ શ્રેષ્ઠ

વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર ઘણા લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. પશ્ચિમી સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ આ મહિનામાં ઉજવવામાં આવે છે. આ મહિનામાં ફરવાના શોખીનો વિશ્વભરમાં ફરવા નીકળે છે. જો કે, કોરોના વાયરસના રોગચાળાને કારણે, લોકો ફરવા માટે વિદેશ જવા માટે અચકાય છે. એટલા માટે જ તમને જણાવીએ કે ભારતમાં કેટલીક જગ્યાઓ છે કે જ્યાં તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે ક્રિસમસ ઉજવવાનું વિચારી શકો છો. એ માટે તમે આ સુંદર શહેરોની મુલાકાત લઈ શકો છો.

ગોવા

નાતાલની ઉજવણી માટે ગોવા સૌથી યોગ્ય સ્થળ છે. ગોવામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા વધુ છે. એટલે જ ગોવામાં ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા આવે છે. તમે પણ તમારા મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી માટે ગોવાની મુલાકાત લઈ શકો છો.

કેરળ

દક્ષિણ ભારતનું આ રાજ્ય તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. લગ્ન હોય કે હનીમૂન, કે બેબીમૂન – દરેક સુંદર ક્ષણને યાદગાર બનાવવા લોકો કેરળ આવે છે. ક્રિસમસને પણ યાદગાર બનાવવા માટે તમે કેરળની મુલાકાત લઈ શકો છો.

કોલકાતા

ઈતિહાસના પાનાઓમાં કોલકાતાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. કોલકાતામાં ઘણા સુંદર ચર્ચ છે, જે ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કોલકાતામાં ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો પણ છે. આ ઉપરાંત, અહીં તમે સ્થાનિક મિષ્ટાન અને મીઠાઈઓનો સ્વાદ પણ ચાખી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો