મુસાફરીમાં સ્ત્રીઓમાં જોવા મળતી તકલીફો અને ઉપાયો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Supplements
 • Nari
 • મુસાફરીમાં સ્ત્રીઓમાં જોવા મળતી તકલીફો અને ઉપાયો  

મુસાફરીમાં સ્ત્રીઓમાં જોવા મળતી તકલીફો અને ઉપાયો  

 | 1:25 am IST

 • ભોજન પછી લવિંગ ચૂસવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.
 • યાત્રા દરમિયાન સવારે ખાલી પેટ બે ગ્લાસ હૂંફળું પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.
 • યાત્રા દરમિયાન ભોજન પછી થોડોક ગોળ ખાઈ લેવાથી એસિડિટીમાં તરત જ રાહત મળે છે.
 • યાત્રા દરમિયાન સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડિટીની સમસ્યા જડથી ખતમ થઈ જાય છે.
 • ભોજન પછી અડધી ચમચી વરિયાળી ખાઈ લેવાથી એસિડિટીમાં રાહત મળી જાય છે.
 • યાત્રા દરમિયાન મૂળામાં થોડું લીંબુ અને મીઠું નાંખીને ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.
 • યાત્રા દરમિયાન સૂકી દ્રાક્ષને દૂધમાં ઉકાળીને એ દૂધ ઠંડું કરીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.

મુસાફ્રીમાં ઊલટી કે ઊબકા આવતા હોય તો આ ઉપાય અપનાવો

આદુ – યાત્રા દરમિયાન ઊલટી કે ઊબકા આવતા આદુની ગોળીઓ, ટોફી કે આદુની ચાનું સેવન કરો. તેનાથી તમને ઊલટી નહીં થાય.

મિંટનુ તેલ – રૂમાલ પર મિંટના તેલના કેટલાક ટીપાં છાંટો અને યાત્રા દરમિયાન તેને સૂંઘતા રહો. આ ઉપરાંત તમે મિંટની ચા પણ પી શકો છો. તેનાથી ખૂબ આરામ મળશે.

મ્યુઝિક સાંભળો – કેટલાક લોકો યાત્રા કરતી વખતે કંઈને કંઈ વાંચતા કે લખતા રહે છે. આવું બિલકુલ ન કરો. તેના કરતાં સારું રહેશે કે તમે ગીત સાંભળો.

તાજી હવા – ટ્રાવેલ કરતી વખતે માથાને પાછળ મૂકીને આરામની મુદ્રામાં બેસો. બારી પાસે બેસો તેનાથી તમને તાજી હવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન