પ્રવાસીઓને ૬૦,૦૦૦ માઈલની અવકાશી સફર કરાવશે એલિવેટર પરીક્ષણમાં એલિવેટર સ્ટેન્ડ ઇનબોક્સ સામેલ - Sandesh
  • Home
  • Newspaper
  • પ્રવાસીઓને ૬૦,૦૦૦ માઈલની અવકાશી સફર કરાવશે એલિવેટર પરીક્ષણમાં એલિવેટર સ્ટેન્ડ ઇનબોક્સ સામેલ

પ્રવાસીઓને ૬૦,૦૦૦ માઈલની અવકાશી સફર કરાવશે એલિવેટર પરીક્ષણમાં એલિવેટર સ્ટેન્ડ ઇનબોક્સ સામેલ

 | 2:06 am IST

આ પરીક્ષણમાં છ સેન્ટિમીટર લાંબા, ત્રણ સેન્ટિમીટર પહોળા અને ત્રણ સેન્ટિમીટર ઊંચા એક બોક્સમાં મિની એલિવેટર રાખવામાં આવશે. જો બધુ સમું-સૂતરું પાર પડયું તો તે બે નાના સેટેલાઇટ વચ્ચે અવકાશમાં એક કેબલને સહારે આગળ ધપશે. મિની એલિવેટર એક સેટેલાઇટમાં કન્ટેઇનરમાંથી કેબલ પર પ્રવાસ કરશે. અવકાશમાં એલિવેટર મૂવમેન્ટનું પરીક્ષણ કરવા માટે આ વિશ્વનો પહેલો અખતરો બનવાનો છે. કેમેરા અને સેટેલાઇટ દ્વારા આ મિની એલિવેટર પર ચાંપતી નજર રાખવામાં આવશે.

સ્પેસ એલિવેટરનો ઈતિહાસ

સ્પેસ એલિવેટરનો લાંબો ઈતિહાસ છે. ૧૮૯૫ની સાલમાં રશિયન વૈજ્ઞાનિકને આ મિની એલિવેટરનો વિચાર સૂઝયો હતો અને આર્થર ક્લાર્ક નામના વિશ્વવિખ્યાત લેખકે તેમની એક નવલકથામાં પણ આ મિની એલિવેટરનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ અડચણોને કારણે તેને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો હતો પરંતુ હવે જાપાની કંપનીએ આ દિશામાં ખેડાણ શરૂ કર્યું છે અને આગામી થોડા વર્ષોમાં લોકો અવકાશની સફર ખેડી શકે તો નવાઈ નહીં.

નેનોટયૂબ ટેક્નોલોજીનો ઉપયોગ

મિની એલિવેટર વિકસિત કરવાના કામમાં સહકાર આપી રહેલી જાપાનની એક કંપની ૨૦૫૦ સુધીમાં પ્રવાસીઓને અવકાશી સફર કરાવવા માટે તેની પોતાની એલિવેટર વિકસિત કરવા માટે બીજા માર્ગો શોધી રહી છે. આ કંપનીએ એવું કહ્યું છે કે સ્ટીલ કરતાં ૨૦ ગણી મજબૂત એવી નેનોટયૂબ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટીથી ૯૬,૦૦૦ કિલોમીટર અવકાશમાં એક લિફ્ટ શાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. કંપનીએ લોકોને અવકાશી સફરે લઈ જવાની આશા વ્યક્ત કરી હતી. આ કંપનીએ સૌથી પહેલા ૨૦૧૪માં આ પ્લાન બહાર પાડયો હતો અને દાવો કર્યો હતો કે તેનું બાંધકામ સંભવિત છે.

કેબલ બાંધતા અંદાજે ૨૦ વર્ષનો સમય

કંપનીએ એવું આકલન કર્યું કે કેબલ બાંધતા અંદાજે ૨૦ વર્ષનો સમય લાગશે. કંપનીના આયોજન અનુસાર શરૂઆતમાં ૨૦ ટન કેબલ નાખવામાં આવશે ત્યાર બાદ એક વર્ષની અંદર તેનું નિર્માણ કરવામાં આવશે. કંપનીએ એવું પણ જણાવ્યું છે કે કોઈ એક સમયે ૩૦ પ્રવાસીઓને અવકાશની સફર લઈ જવામાં આવશે અને એક અઠવાડિયા સુધી પ્રતિ કલાકે ૨૦૦ કિલોમીટરની ઝડપે સફર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે પ્રવાસીઓ ત્યાં રહી શકશે પરંતુ સંશોધકો અને નિષ્ણાતો છેક અંત સુધી પ્રવાસ કરી શકશે. પૃથ્વી પરથી બાંધવાને બદલે તેને અવકાશમાંથી પૃથ્વી સુધી બાંધવામાં આવશે.

૧૮૯૫ : માં સૌથી પહેલા આ વિચાર સૂઝયો

ફ્રાન્સનો એફિલ ટાવર નિહાળ્યાં બાદ ૧૮૯૫ની સાલમાં રશિયન વૈજ્ઞા।નિકને આ મિની એલિવેટરનો વિચાર સૂઝયો હતો અને ત્યાર બાદ આર્થર ક્લાર્ક નામના વિશ્વવિખ્યાત લેખકે તેમની એક નવલકથામાં પણ આ મિની એલિવેટરનો ઉલ્લેખ કર્યો હતો.

૨૦૫૦ : સુધીમાં પ્રવાસીઓને સ્પેસ એલિવેટર અવકાશી યાત્રા કરાવશે