Travelling to Bhutan to get expensive for Indians
  • Home
  • Featured
  • ભારતીયોને આ પાડોશી દેશની યાત્રા કરવી પડશે મોંઘી, સરકારે લીધો આકરો નિર્ણય

ભારતીયોને આ પાડોશી દેશની યાત્રા કરવી પડશે મોંઘી, સરકારે લીધો આકરો નિર્ણય

 | 11:59 pm IST

ભુટાન ક્ષેત્રીય દેશો માલદિવ, બાંગ્લાદેશ અને ભારતમાંથી આવતા પર્યટકો પર દેશમાં પ્રવેશવાનો ટેક્સ વસૂલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી આ દેશોના સહેલાણીઓએ ભુટાનમાં કોઇ પ્રકારનો ટેક્સ આપવો પડતો ન હતો.

પર્યટન નીતિના મુસદ્દાને આવતા મહિને ભુટાનનું મંત્રીમંડળ આખરી ઓપ આપશે. દિલ્હીમાં ભુટાનના વિદેશમંત્રી તાંદી દોરજીએ વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી મંત્રણા કરી હતી. ભુટાનની પર્યટન પરિષદે (ટીસીબી) તૈયાર કરેલા મુસદ્દા મુજબ નવા કરનો પ્રસ્તાવ ક્ષેત્રના પર્યટનોની વધતી સંખ્યાને નજરમાં રાખીને કરાયો છે.

અખબાર હિન્દુ સાથેની વાતચીતમાં ટીસીબીના મહાનિર્દેશક દોરજી ધરાધુલે જણાવ્યું કે અમારી હાઇ વેલ્યૂ, લો ઇમ્પેક્ટ નીતિનો હેતુ અમારા દેશમાં આવતા પર્યટકોની અમારી ક્ષમતા અનુસાર તેમને સુવિધા આપવા માટે તેમની સંખ્યા પર અમારી નજર છે. ગઇ સદી કરતાં તેમાં દસ ઘણો વધારો થયો છે, જે અમારી નીતિ માટે યોગ્ય નથી.

ભારતીય વિદેશમંત્રાલયનું મૌન

વિદેશમંત્રાલયે આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગેની જાણકારી ધરાવતા એક ઓફિસરે જણાવ્યું કે નીતિ અંગે ભારતની પોતાની ચિંતા છે અને મુસદ્દાના પ્રસ્તાવમાં ભારતીય સહેલાણીઓ માટે વધુ પરેશાની કરનારી ચીજ ન હોય અને એક વાજબી નીતિ ભુટાને બનાવવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન