અજમેરની આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, તમે પણ લો મુલાકાત - Sandesh
  • Home
  • Food & Travel
  • અજમેરની આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, તમે પણ લો મુલાકાત

અજમેરની આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, તમે પણ લો મુલાકાત

 | 5:11 pm IST

ભારત એક ખૂબ સુંદર દેશ છે. અંહી દરેક રાજ્યની પોતાની એક ખાસિયત છે. આજે અમે તમને રાજસ્થાનના અજમેરમાં આવેલી કેટલીક જગ્યાઓ અંગે જણાવવા જઇ રહ્યા છે. કારણકે આ જગ્યા પર દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. અજમેરના આ ડેસ્ટિનેશનને જોવા દૂર દૂરથી લોકો આવે છે. અજમેરની આ ખાસ જગ્યા પર જઇને તમે દેશની સંસ્કૃતિ અને ઇતિહાસને યોગ્ય રીતે જાણી શકશો. જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અજમેરની આ ઐતિહાસિક અને સુંદર જગ્યા પર જવાનું ભૂલશો નહીં.

ખ્વાજા સાહબની દરગાહ
દક્ષિણ અજમેરમાં આવેલી ખ્વાજા સાહબની દરગાહ પર દરેક ધર્મના લોકો આવીને ચાદર ચઢાવે છે. ધાર્મિક હોવાની સાથે સાથે આ દરગાહની સુંદરતા આખી દુનિયામાં ખૂબ પ્રચલિત છે.

ઢાઇ દિન કા ઝોપડા
અજમેરમાં ફરવા આવતા લોકો આ ઢાઇ દિનકા ઝોપડા જોવા માટે જરૂર જાય છે. આ સંસ્કૃત કોલેજ મંદિરમાં તમે ઇન્ડો ઇસ્લામિક વાસ્તુકલાનો નમૂનો જોઇ શકો છો. આ મંદિરને બનાવવાનું કામ અઢી દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેથી તેનું નામ ઢાઇ દિન કા ઝોપડા રાખવામાં આવ્યું છે.

નસિયા મંદિર
ભારતમાં મશહૂર અજમેરના આ 2 માળની ઇમારત ભવનમાં લાકડીની ગિલ્ટ પર જૈન પૌરાણિક કથાઓની છબીઓ જોવા મળે છે. આ ભવનના લાકડામાં સોનું લગાવવામાં આવ્યું છે. જેના કારણે તેને સોનાની નગરી પણ કહેવામાં આવે છે.

સંગ્રહાલય઼
આ શહેરની સંસ્કૃતિને વધારે નજીકથી જાણવા માટે અંહી મશહૂર સંગ્રાલયમાં જોઇ શકો છો. પહેલા આ સંગ્રહાલય અકબરનો મહેલ હતો.પરંતુ લાલ પથ્થરથી બનેલા આ ભવનને આજના સમયમાં સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું છે.

આનાસાગર ઝીલ
તમને બોટિંગ અને પાણી વાળી જગ્યા જોવાનો શોખ છે તો તમે અંહીની કૃત્રિમ ઝીલમાં જઇ શકો છો. પહાડોથી ઘેરાયેલા આ તળાવના કિનારે એક સુંદર બગીચો પણ બનેલો છે. દોલત નામથી મશહૂર આ બગીચામાં તમે રંગબે રંગી ફુલ જોઇ શકો છો.