હનીમૂન માટે ભારતમાં આ હિલ સ્ટેશન છે બેસ્ટ અને સુંદર - Sandesh
  • Home
  • Food & Travel
  • હનીમૂન માટે ભારતમાં આ હિલ સ્ટેશન છે બેસ્ટ અને સુંદર

હનીમૂન માટે ભારતમાં આ હિલ સ્ટેશન છે બેસ્ટ અને સુંદર

 | 8:25 pm IST

લગ્ન બાદ પતિ-પત્નિ એકબીજાને સમજવા માટે એકલામાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. જેથી તે કોઇ એવી જગ્યા પર જવાનું પસંદ કરે છે જેની યાદ તે ક્યારેય ભૂલી ન શકે. જેટલી સુંદર જગ્યા હોય છે એકબીજાને સમજવા અને એક સાથે સમય પસાર કરવામાં એટલું જ સારુ લાગે છે. લોકો લગ્નથી પહેલા આ જગ્યા અંગે ઇન્ટરનેટ કે મિત્રોને પૂછે છે કે તે તેમના હનીમૂન માટે ક્યાં જાય.

હનીમૂન પર જવા માટે તે એવી જગ્યા શોધે જે આનંદમયી હોવાની સાથે-સાથે તેમના બજેટમાં પણ હોય. તો ભારતમાં કેટલીક એવા હિલ સ્ટેશન છે જે અંગે આજે અમે જણાવીશું કે તે હનીમૂન માટે પરફેક્ટ છે. આવો જોઇએ તે જગ્યા અંગે જે તમારા બજેટમાં હોવાથી સાથે સાથે બેસ્ટ પણ હોય.

દાર્જિલીંગ
આ જગ્યા તેની સુંદરતા માટે મશહૂર છે. તે સિવાય અંહી બરફની ઘીટીઓ વચ્ચેનું દ્રશ્ય ખૂબ સુંદર હોય છે. જે તમારું હનીમૂન યાદગાર બનાવી દેશે. અંહી બરફથી ઢાંકેલા પહાડ છે. તે સિવાય તમે દાર્જિંલીંગમાં આવેલા યુદ્ધ સ્મારકને જોવાનું ન ભૂલશો. તેમજ આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ ખૂબ પોપ્યુલર છે.

લૈન્ડ્સડાઉન
કપલ્સ માટે આ બેસ્ટ સ્પોટ છે. અંહી સૌથી સુંદર પોઇન્ટ્સ ભુલ્લા લેક,સેન્ટ મેરી ચર્ચ અને ટિપ ઇન ટોપ છે. અંહીથી હિમાલયની ત્રિશૂલ ચોટી સાફ દેખાય છે. પરંતુ ગરમીમાં અંહી જવું અવોઇડ કરી શકો છો.

ઊટી
અહીં રહેલી ઊટી તળાવ, મદૂમલાઇ નેશનલ પાર્ક અને ડોડાબેટ્ટા ચોટી જેવા કેટલાક ફેમસ પોઇન્ટ છે. ફિશિંગનો શોખ રાખનાર અને ઊટીથી સૌથી ઉંચી ચોટી (ડોડાબેટ્ટા) પસંદ કરવા માટે આ જન્નત છે. આ હિલ સ્ટેશન તમિલનાડુમાં સ્થિત છે. અંહી લોકો સૌથી વધારે શિયાળામાં આવવાનું પસંદ કરે છે. આ સમયે અંહીનો સમય વધારે શાનદાર હોય છે.

ચકાર્તા
આ દેહરાદૂનનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. તે ચકાર્તા ટૌંસ અને યમુના નદીની વચ્ચે સ્થિત છે. પ્રકૃતિને પસંદ કરનાર લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે. આ જગ્યા મસૂરી અને નૈનિતાલના મુકાબલામાં સસ્તી છે. અંહી લોકોની ભીડ ઓછી જોવા મળે છે.

માઉન્ટ આબૂ
રાજસ્થાનમાં અરાવલી પર્વતમાળા જોવાનો શોખ હોય તો તમે માઉન્ટ આબૂ ફરવા જઇ શકો છો. તમને જણાવી દઇએ કે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત અરાવલીની પહાડની સૌથી ઉંચો પર્વત માઉન્ટ આબૂ છે. અંહી દેલવાડા મંદિર ખૂબ સુંદર છે. અંહી દૂર દૂર થી દેશ વિદેશથી લોકો ફરવા માટે આવે છે.