બોલીવુડ થીમ પર બન્યા છે આ રેસ્ટોરન્ટ, તમે પણ લો મુલાકાત - Sandesh
  • Home
  • Food & Travel
  • બોલીવુડ થીમ પર બન્યા છે આ રેસ્ટોરન્ટ, તમે પણ લો મુલાકાત

બોલીવુડ થીમ પર બન્યા છે આ રેસ્ટોરન્ટ, તમે પણ લો મુલાકાત

 | 6:14 pm IST

ભારતમાં ત્રણ વસ્તુઓ માટે લોકોની દિવાનગી સૌથી વદારે હોય છે. એક ખાવાનું, બીજુ બોલીવુડ અને ત્રીજું ક્રિકેટ. તેના પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે કઇપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. તો ફેન્સ હવે રેસ્ટોરન્ટ થીમ દ્વારા બોલીવુડ સ્ટાર માટે તેમનો પ્રેમ વ્યકત કરી રહ્યા છે. જો તમે પણ ખાવાના અને બોલીવુડ સ્ટાર પર બેસ્ડ રેસ્ટોરન્ટમાં ફરવાના શોખીન છો તો આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ અંગે જણાવીશું. તો ચાલો જોઇએ ફિલ્મ સ્ટાર પર બનેલા કેટલાક રેસ્ટોરન્ટ..

શહનશાહ રેસ્ટોરન્ટ
બોલીવુડના શહનશાહના ફેન્સની ગણતરીનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે. તેમના માટે પ્રેમ વ્યકત કરવા માટે રેસ્ટોરન્ટની દિવાલ, ઇંટ, પથ્થર મેન્યુ સિવાય ખાવાના ટેબલ પર પણ તેમનું નામ લખ્યું છે. આ તમેન અમિતાભ બચ્ચનની ફેવરિટ ડિશ પનીર ટિક્કા, ચાઇનીઝ ડિશ, હોટશોટ પોટેટો, કેનલોની રોલ, સુર્ખ પનીર અને દાળ પણ મળશે.

ગરમ-ધરમ ઢાબા તે થેકે
આ રેસ્ટોરન્ટ ધર્મેન્દ્રની ફિલ્મોન અને તેમના ડાયલોગ બેસ્ડ છે. જે મુબંઇમાં બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં તમને પંજાબી ભોજન મળશે કારણકે ધર્મેન્દ્રજી પંજાબથી છે માટે પંજાબી ટચ આપવા માટે રેસ્ટોરન્ટમાં દરેક વસ્તુ આ સ્ટાઇલમાં છે. રેસ્ટોરન્ટની કીટલીથી લઇને દિવાલો સુધી તેમના ડાયલોગ લખેલા છે.

શ્રી દેવી
ચેન્નાઇમાં શ્રીદેવીના ફેન્સે તેમના નામ પર રેસ્ટોરન્ટ બનાવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં મેન્યુથી લઇને દરેક ડિશના નામ શ્રીદેવીના નામ પર છે. અંહી બનાવાવમાં આવતી 100થી વધારે વાનગી શ્રીદેવીના નામ અને તેમની ફિલ્મ પર હોય છે. મેન ગેટ પર શ્રીદેવીના નામથી તેમનું મોટું પોસ્ટર પણ લગાવેલું છે.

બાશા અને કબાલી પિઝ્ઝા રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટની અંદર જતાં જ ચારેય તરફ રજનીકાન્તની તસવીર મળશે. તે સિવાય રેસ્ટોરન્ટના મેન્યુ પર પણ રદની સારી ડિશ રજનીની નામ પર જ છે.

ભાઇજાન રેસ્ટોરન્ટ
સલમાન ખાનના નામ પર ખોલવામાં આવેલું છે. આ રેસ્ટોરન્ટ મુંબઇના બાંદ્રા વિસ્તારમાં સ્થિત છે. આ રેસ્ટોરન્ટની દિવાલો પર સલમાન ખાનની પોસ્ટર પણ લગાવેલા છે.

હીરો નંબર 1
ગોવિંદાને ડેડિકેટ આ રેસ્ટોરન્ટ નવી દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બનેલું છે. અહીંનુ દરેક મેન્યુ ગોવિંદાના નામ પર જ છે.