ભારતમાં લોકતંત્રનો જ્યાંથી પાયો નંખાયો તે સ્થળ છે આજે બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ - Sandesh
  • Home
  • Food & Travel
  • ભારતમાં લોકતંત્રનો જ્યાંથી પાયો નંખાયો તે સ્થળ છે આજે બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ

ભારતમાં લોકતંત્રનો જ્યાંથી પાયો નંખાયો તે સ્થળ છે આજે બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ

 | 4:29 pm IST

આજે દુનિયાના ઘણાં દેશોમાં લોકતંત્ર છે. પરંતુ કદાચ જ તમને લોકોને ખબર હશે તે દુનિયાને લોકતંત્રનો પાઠ શીખવનાર ગામ આપણાં દેશમાં છે. એક એવું ગામ જ્યાં દુનિયાના સૌથી પહેલા લોકતંત્રની રચના થઇ હતી. આ ગામ ભારતમાં આવેલું છે. જોકે ભારત એક એવો દેશ છે જે પરિવર્તનમાં દુનિયાના દરેક દેશો સાથે રહ્યું છે. તો આ ગામને મલાણાં ગામથી ઓળખવામાં આવે છે. આ ગામ દેવભૂમિ કહેવામાં આવતા હિમાચલ પ્રદેશમાં સ્થિત છે.

મલાણા, હિમાચલ રાજ્યની કુલ્લુ ઘાટીના ઉત્તર પૂર્વમાં સ્થિત એક પ્રાચીન ગામ છે. આ ગામ પાર્વતી ઘાટીમાં ચંદ્રખાની અને દેઓટિબ્બા નામના પહાડોથી ઘેરાયેલ મલાણા નાળાના કિનારે સ્થિત છે. મલાણા ગામ આધુનિક દુનિયાથી અપ્રભાવિત છે અને આ ગામમાં રહેનાર લોકો તેમની લાઇફસ્ટાઇલ અને સામાજિક સંરચના છે. અંહીના લોકો તેમના રિત-રિવાજોનું ખૂબ પાલન કરે છે.


મલાણા ગામ ઇતિહાસનું સૌથી જૂનુ ગામ છે. આ ગામમાં રહેનાર સ્થાનિક લોકોની માન્યતા છે કે પ્રાચીન સમયમાં જમલૂ ઋષિ નામના એક સંત આ સ્થાન પર રહેતા હતા. તેમણે અંહી રહેનાર લોકો માટે ઘણા નિયમ બનાવ્યા હતા. આ નિયમોને વિક્સિત કરી એક સંસદીય પ્રણાલીમાં બદલવામાં આવ્યા. આ રીતે અંહી દુનિયાના પ્રથમ લોકતંત્રનું નિર્માણ થયું હતું. તે સિવાય અંહીના લોકોની માન્યતા છે કે તેમા શુદ્ધ આર્યન લોકોના જીન ઉપસ્થિત છે અને તે સિકંદર મહાન સૈનિકોના જ વંશજ છે.ઘણા સમય પહેલા મુગલ શાસક અકબર તેમની બિમારીનો ઇલાજ કરાવવા માટે અંહી આવ્યા હતા. જ્યારે તે પૂર્ણ રીતે બિમારીમાંથી સારા થઇ ગયા તે બાદ તેમણે અંહીના લોકને કરથી મુક્ત કરાવ્યા હતા.

તે સિવાય માનવામાં આવે છે કે જમલૂ ઋષિ એક સંત હતા. તેમની ઘણી દંત કથાઓ પણ છે.એક અંગ્રેજ લેખકે એક હિન્દુ પંડિત અંગે લખ્યું છે કે એક પંડિત મલાણા ગામમાં જઇને ત્યાંના લોકોને ઇશ્વર અંગે ઉપદેશ આપતા હતા. મલાણા ગામ પહોંચવા માટે સૌ પ્રથમ કુલ્લુ મનાલી એરપોર્ટ પહોચીને ટેક્સીની મદદથી કસોલ પહોંચો. કસોલથી તમે મલાણા ગામ જઇ શકો છે. મલાણા ગામમાં જૂનથી ઓક્ટોબર સુધીનો સમય સૌથી સારો રહે છે. જોકે અંહી તમે ફરવા માટે જઇ શકો છો. અંહીનું વાતાવરણ ખૂબ સારું છે.