Travels If you want to enjoy get it in India, let's the visit of Lavasa
  • Home
  • Featured
  • ભારતમાં જ લેવી છે ઇટલીની મજા તો લવાસાની લો મુલાકાત

ભારતમાં જ લેવી છે ઇટલીની મજા તો લવાસાની લો મુલાકાત

 | 1:43 pm IST

ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલમાં ઘણા હિલ સ્ટેશન છે પરંતુ આજે અમે તમને પુણેના એક હિલ સ્ટેશન અંગે જણાવવા જઇ રહ્યા છીએ. પુણેની પાસે આવેલુ લવાસા હિલ સ્ટેશનમાં તમે તમારી રજાઓની મજા માણી શકો છો. ભારતનું પ્રથમ નિયોજીત શહેર લવાસા ઇટલીના પોર્ટોફિનોથી મળતું આવે છે. રસ્તાઓ, સ્વચ્છ જળાશયો અને બિલ્ડીંગની સુંદરતા જઇને તમને પણ આ શહેરથી પ્રેમ થઇ જશે. તો ચાલો જોઇએ લવાસા હિલ સ્ટેશનની કેટલીક વાતો..

લવાસા હિલ સ્ટેશનમાં શુ છે ખાસ
પુણેની નજીક સ્થિત લવાસા મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. જે તેના શાંત વાતાવરણ માટે ફેમસ છે. આ શહેરની ખાસિયત છે કે તેના લેન્ડસ્કેપ, લુક અને ડિઝાઇનને ઇટેલિયન શહેર પોર્તોફિનોથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે. પ્લાન્ડ સિટી હોવના કારણે અંહી આવનાર ટૂરિસ્ટની દરેક જરૂરિયાતનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે.


અંહી ટ્રેકિંદ, માઉન્ટેનિયરિંગ, કેમ્પિંગ અને લેકમાં વોટર સ્પોર્ટ્સની મજા ઉઠાવી શકો છો. તે સિવાય આ શહેરમાં તમે રૈપેલિંગ, રાફ્ટ બિલ્ડિંગ, આર્ચરી, યોગ, આયુર્વેદિક સેન્ટર્સમાં સ્પા અને મસાજનો પણ લુત્ફ ઉઠાવી શકો છો. તે સિવાય અંહી ગ્રુપ એક્ટિવિટીજ જેવા મેડ એડ્સ, કોલાજ મેકિંગ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

લેકશોર વોટર સ્પોર્ટ્સ

અંગી તમે વરસગામ લેકશોરમાં વોટર સ્પોર્ટ્સની મજા પણ લઇ શકો છો. જળાશયના તટ પર સ્થિત આ જગ્યા પ્રવાસીઓની સૌથી પસંદગીના સ્થળમાંથી એક છે. આ જળાશયમાં તમે પેડલ બોટ અને ક્રુજ મુસાફરીનો પણ આનંદ લઇ શકો છો. તે સિવાય ફરવા માટે અંહી ટેમઘર ડેમ પણ ખૂબ પ્રખ્યાત છે.

પ્રોમેનેડ લવાસા

લવાસમાં સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખવા માટે પ્રોમેનેડ જવાનું ન ભૂલો. અંહી શાનદાર હોટલ અને રેસ્ટોરન્ટ લગ્જરી સેવા આપવામાં આવે છે. એટલું જ નહીં અંહી રેસ્ટોરન્ટમાં તમે દેશીથી લઇને વિદેશી ખાવાનાની મજા લઇ શકો છો.

ઇમેજિકા થીમ પાર્ક

બાળકોની સાથે મસ્તી કરવા માટે તમે ઇમેજિકા થીમ પાર્કમાં જઇ શકો છો. માત્ર બાળકો જ નહીં, પરંતુ અંગી દરેક ઉંમરના લોકો માટે નિટ્રો અને સ્ક્રીમ મશીન છે. તે સિવાય આ પાર્કમાં પેકેટ ટ્રિપ, અલગ-અલગ રાઇડ્સ, રિજોર્ટ અને રેસ્ટોરન્ટની સુવિધા પણ છે.