ઓછા ખર્ચે ભારતની જ આ જગ્યાઓએ માણી શકાય છે Snow fall - Sandesh
  • Home
  • Food & Travel
  • ઓછા ખર્ચે ભારતની જ આ જગ્યાઓએ માણી શકાય છે Snow fall

ઓછા ખર્ચે ભારતની જ આ જગ્યાઓએ માણી શકાય છે Snow fall

 | 2:13 pm IST

હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશનોમાં ફક્ત શિમલા કે મનાલી જ નથી. પરંતુ કસૌલી પણ ખૂબ સુંદર જગ્યા છે. અંહી ખૂબ વરસાદ પડે છે. સ્નોફોલની સાથે જ કુદરતી સુંદરતાની મજા લેવા માટે કસૌલી ખૂબ સુંદર જગ્યા છે. જો તમે રાજધાની દિલ્હી કે તેની આસપાસના વિસ્તાપમાં રહો છો અને તમે પહેલા ક્યારેય બરફવર્ષા નથી જોઇ તો જાણી લો આ જગ્યા પર પહોંચીને તમે બરફ વર્ષાની મજા લઇ શકો છો.

ધનોલ્ટી
જાણીતા હિલ સ્ટેશન મસૂરીની પાસે ધનોલ્ટી આવેલું છે. ધનોલ્ટી શિયાળામાં ફરવા જવા માટે એક સુંદર જગ્યા છે.

કસૌલી
હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશનોમાં ફક્ત શિમલા કે મનાલી નથી. પરંતુ કસૌલી પણ ખૂબ સુંદર જગ્યા છે. અંહી ખૂબ બરફ વર્ષા થાય છે. બરફ વર્ષાની સાથે કુદરતી સુંદરતાની પણ મજા લઇ શકો છો.

ઓલી
નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ફરવા માટે ઓલી એક સારી જગ્યા છે. ઓલીના પહાડોમાં તમે બરફ વર્ષાની ભરપૂર મજા લઇ શકો છો. ઓછા લોકોને જાણકારી હોવાને કારણે અંહી પ્રવાસીઓની ભીડ પણ નથી હોતી.

મુનસ્યારી
બરફવર્ષાની મજા લેવા માટે વિદેશ જવાની જરૂરત નથી. ઉત્તરાખંડના મુનસ્યારી જે 2250 મીટરની ઉંચાઇ પર વસેલું એક ટાઉન છે. અંહી ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે વિદેશની જેમ બરફ વર્ષા થાય છે.

ખજ્જિયાર
હિમાચલ પ્રદેશની સુંદર વાદીઓમાં ખજ્જિયાર એક સુંદર શહેર છે. અંહીનું લેક અને કાલાટોપ લાઇફ અભયારણ્ય પ્રવાસીઓમાં ઘણું જાણીતું છે. અંહી રહેલા દેવદારના મોટા-મોટા વૃક્ષ તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.