Travels lifestyle Visit gujarat best waterfall
  • Home
  • Featured
  • ગુજરાતના આ સ્થળોએ ફરવાનું બાકી હોય તો રવિવારે જ લો તેની મુલાકાત

ગુજરાતના આ સ્થળોએ ફરવાનું બાકી હોય તો રવિવારે જ લો તેની મુલાકાત

 | 11:45 am IST

દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કુદરતે ચારેબાજુથી મન મૂકીને પોતાનું સ્વરૂપ નીખાર્યું છે. અહીં દરેક ઋતુમાં કોઈને કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. ચોમાસાની મૌસમમાં વરસાદમાં પલળવાની મજા અનેરી હોય છે. કુદરતે કેવી સરસ મૌસમની રચના કરી છે. ઠંડી, તડકો અને પાણી.


1. ગીરા વોટરફોલ (સાપુતારા)
સુરતથી થોડે અંતેર આવેલા હિલ સ્ટેશન સાપુતારામાં આ ધોધનું નિર્માણ થાય છે અને ચોમાસા દરમિયાન નવા પાણીની આવકથી આ વોટરફોલ અતિસુંદર જોવાલાયક બની જાય છે.

2. હાથણીમાતા ધોધ (વડોદરા)
વડોદરા શહેરથી થોડા જ અંતરે હાથણી વોટરફોલ છે, જે ત્યાંના અદ્દભૂત નજારા માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.


3 નિનાઈ ધોધ (ભરૂચ)
ભરૂચની બાજપમાં આ ધોધમાર પડતા પાણીની મજા માણી શકાય છે. નીચાણવાળા છીછરા પટ પર લોકો ન્હાવાની મજા માણતા હોય છે. હજારો લોકો અહીં ચોમાસા દરમિયાન ફરવા
આવે છે.


4. ઝાઝરી ધોધ (દહેગામ)
ગુજરાતમાં આવેલ દહેગામમાં પણ કૃદરતે ભરપુર નજારો આપ્યો છે. આ સ્થળે ઉંચાઈથી પાણી પડતું હોય તે જોવામાં ખુબ આનંદ આવે છે. તથા જંગલ વિસ્તારનું વિસ્તારનું વાતાવરણ
મનને આનંદિત બનાવે છે.


5. જમઝીર ધોધ (ગીર)
સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીરના જંગલમાં આ વોટરફોલ છે. અહીં આરામથી ન્હાવાની મજા માણી શકાય છે તથા ફેમિલી સાથે ટુર કરવાની મજા કંઈક અનેરી જ છે.