કાચની જેમ પારદર્શક છે ભારતની આ નદી, કિનારા પરથી તળિયું પણ દેખાઇ આવે છે - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાચની જેમ પારદર્શક છે ભારતની આ નદી, કિનારા પરથી તળિયું પણ દેખાઇ આવે છે

કાચની જેમ પારદર્શક છે ભારતની આ નદી, કિનારા પરથી તળિયું પણ દેખાઇ આવે છે

 | 1:39 pm IST

કુદરતી સુંદરતા જોઇને કેટલીક વખત મનને ખૂબ જ શાંતિ મળે છે. લીલોતરી, ઝાડ-છોડ, પહાડ, નદીઓ, જંગલ કે પછી તે ઝરણાં જ કેમ ન હોય, તેની સુંદરતા જોઇને એક અલગ જ ખુશી થાય છે. ગરમીની રજાઓમાં તમે ફરવાનું વિચારી રહ્યા છો અને કોઇ એવી જગ્યા શોધી રહ્યા છો, જેમા પૂર્ણ રીતે કુદરતી દ્રશ્ય જોવા મળે કો તમને જણાવી દઇએ કે ભારતમાં એક એવી નદી છે જેનું પાણી કાચની જેમ ચોખ્ખું છે.


આ નદીનું નામ છે ઉમ્નગોટ (umngot river)

ભારત-બાંગ્લાદેશ સીમાની પાસે પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના એક નાના કસબા દાવકીની વચ્ચે આ નદી વહે છે. આ વિસ્તાર મેઘાલયની રાજધાની શિલાંગથી માત્ર 95 કિલોમીટર દૂર સ્થિત છે. આ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક વ્યસ્ત વ્યાપાર માર્ગની જેમ કામ કરે છે. આ રસ્તમાં દરરોજ દિવસમાં સેંકડો ટ્રક પસાર થાય છે.


દાવકીમાં ઉમ્નગોટ નગીની ખાસ વાત આ છે કે તેનું પાણી પૂર્ણ રીતે પારદર્શક છે. જેને જોતા રાતની જેમ અનુભવ થાય છે અને તે નદી માછીમારો માટે માછલી પકડવાની મુખ્ય જગ્યા છે. તે સિવાય બોટિંગ કરવા માટે પણ લોકો દૂર-દૂરથી અંહી આવે છે. અંહી કચરાનું નામો-નિશાન જોવા મળતું નથી. આ જગ્યા એટલી સ્વચ્છ છે કે તમને અંહી જ રહેવાનું મન થઇ જાય. બોટિંગના સમયે એવું લાગે છે કે જાણે કે તમે કોઇ કાચ પર તરી રહ્યા છો. અંહી સ્વચ્છતાનું કડક રીતે પાલન કરવામાં આવે છે.