બોટિંગ કરવાના શોખીન તો બેસ્ટ છે આ જગ્યાઓ, લો મુલાકાત - Sandesh
  • Home
  • Food & Travel
  • બોટિંગ કરવાના શોખીન તો બેસ્ટ છે આ જગ્યાઓ, લો મુલાકાત

બોટિંગ કરવાના શોખીન તો બેસ્ટ છે આ જગ્યાઓ, લો મુલાકાત

 | 2:27 pm IST

ગરમીની ઋતુમાં એક-બે રજાઓ પણ આવી જાય તો લોકો ક્યાંક ફરવા જવાનું પ્લાન બનાવી લે છે. ખાસકરીને લોકો ગરમીમાં આકરા તડકાથી રાહત મેળવવા માટે બોટિંગનો પ્લાન બનાવે છે. જોકે ગરમીમાં બોટિંગની એક અલગ જ મજા છે. જો તમે પણ બોટિંગ કરવાના શોખીન છો તો આજે અમે તમને ભારતની સૌથી સુંદર નદીઓ અંગે જણાવીશપં. અંહી તમે તમારા પરિવારના લોકોની સાથે બોટિંગ સિવાય પિકનીકની પણ મજા લઇ શકો છો.

શ્રીનગર, ડલ તળાવ
કાશ્મીરના ખૂબ જ સુંદર પહાડોની વચ્ચે શ્રીનગરનું ડલ જળાશયમાં બોટિંગની મજા તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તેની સુંદર અને શાંત વાતાવરમ ટૂરિસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવીને તમને ખૂબ જ શાંતિ મળશે અને અંહી બોટિંગની સાથે તમે સુંદર પહાડ જોવાની પણ મજા લઇ શકો છો.

માઉન્ટ આબૂ. નક્કી લેક

માઉન્ટ આબૂનું નક્કી લેકમાં બોટિંગ કરવાની મજા એક અલગ જ અનુભવ છે. માઉન્ટ આબૂ ગરમીમાં પણ ઠંડુ રહે છે. જેથી ગરમીમાં અંહી દૂર-દૂરથી લોકો આવે છે. બોટિંગ કરતા તમે અંહીની સુંદરતાનો આનંદ પણ લઇ શકો છો.

નૈનીતાલ, નૈની તળાવ
નૈની તળાવ નામ આ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તમે અંહી અલગ-અલગ પ્રકારની બોટ પસંદ કરી બોટિંગની મજા લઇ શકો છો. આશરે 2 મીલ સુધી ફેલાયેલું આ તળાવ કુદરતી દ્રશ્યો અને પહાડોથી ઘેરાયેલું છે. જે તમને શાંત વાતાવરણમાં રજાઓની મજા માણી શકો છો.

હરિયાણા, દમદમા તળાવ
ગરમીમાં બોટિંગની મજા લેવા માટે આ પણ એકદમ પરફેક્ટ તળાવ છે. અંહી તમે પેંડલ બોટ, મોટર બોટ અને રો બોટની મજા લઇ શકો છો. પરંતું બોટિંગ માટે અંહી વધારે ગરમીમા ન જાઓ કારણકે વધારે ગરમીમાં અંહી તળાવ સૂકાઇ જાય છે.

કેરલ, કુમારકોમ તળાવ
તમારા પરિવાર સાથે સુંદર અને શાંતિનો સમય વીતાવવા માટે તમે કેરલની કુમારકોમ તળાવમાં બોટિંગની મજા લઇ શકો છો. અંહી તમે એસી અને નોનએસી બોટ પર બોટિંગ કરી શકો છો. તે સિવાય અંહી હાઉસ બોટની પણ સુવિધા છે.

ઉદયપુર, પિછોલા તળાવ
ઉદયપુરના સિટી પેલેસની પાસે બનેલી પિછોલા તળા એક કૃત્રિમ તળાવ છે, જે ખૂબ સુંદર છે. આ ભારતનું પહેલું એવું તળાવ છે જ્યાં તમે ઇકો ફ્રેન્ડલી બોટિંગની મજા લઇ શકો છો. સિટી પેલેસથી દેખાતી 4 કિલોમીટર લાંબી અને ત્રણ કિલોમીટર પહોળા આ તળાવમાં બોટિંગ કરવા માટે તમે રામેશ્વર ઘાટથી બોટ લઇ શકો છો. તે સિવાય બોટિંગ કરતા સમયે તમે સુંદર અને રોમેન્ટિક સનરાઇસની મજા પણ લઇ શકો છો.