આ છે ભારતનું સ્કોટલેન્ડ, ગરમીમાં ફરવા માટે છે બેસ્ટ - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ છે ભારતનું સ્કોટલેન્ડ, ગરમીમાં ફરવા માટે છે બેસ્ટ

આ છે ભારતનું સ્કોટલેન્ડ, ગરમીમાં ફરવા માટે છે બેસ્ટ

 | 2:09 pm IST

ગરમીની રજાઓમાં ખાસ કરીને લોકો પેરિસ, સ્કોટલેન્ડ, સ્વિટજરલેન્ડ, જર્મની અને લંડન જેવી વિદેશમાં ફરવાનું પસંદ કરે છે. કેટલાક લોકોને આ વાતની ખબર નથી કે ભારતના કેટલાક એવા શહેર છે જે વિદેશના શહેરને પણ ટક્કર આપે છે. આજે અમે ભારતનું એક એવું જ શહેર જે અંગે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જેને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. કર્ણાટકમાં એક એવી પણ જગ્યા છે જેને મિની સ્કોટલેન્ડ કહેવામાં આવે છે.

ભારતનું સ્કોટલેન્ડ
કર્ણાટકના તે રાજ્યમાંથી એક છે જે તેના ટૂરિસ્ટ સ્પોટ્સ માટે આખા વર્લ્ડમાં જાણીતું છે. કર્ણાટકના કુર્ગ શહેરને ઇન્ડિયાનું સ્કોટલેન્ડ પણ કહેવામાં છે. કારણકે સુંદરતાના મામલામાં આ શહેર જોવા લાયક છે. જો તમે પણ ગરમીની રજાઓમાં સ્કોટલેન્ડ ફરવાનું પ્લાન બનાવી રહ્યા છો તો ભારતના આ શહેરમાં જઇ શકો છો.

કુર્ગની ખાસિયત
પહાડો અને સુંદર દ્રશ્યથી ભરપૂર આ હિલ સ્ટેશનમાં તમે તમારી રજાઓ શાંતિથી વીતાવી શકો છો. તેના સુંદર પહાડ અને ટૂરિસ્ટ સ્પોટને કારણે કુર્ગ એક પરફેક્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ચાલો જોઇએ કુર્ગમાં એવું તો શુ ખાસ છે તો તેને મિની સ્કોટલેન્ડ કહેવામાં આવે છે.

કુર્ગના પહાડ છે ખાસ
કુર્ગને કોડાગૂ પણ કહેવામાં આવે છે. કુર્ગની ચારેય તરફ સુંદર પહાડ જેને જોઇને તમને નજર હટાવવાનું મન થશે જ નહીં. પહાડોથી ઘેરાયેલું કર્ણાટક એક ફેમસ ટૂરિસ્ટ સ્પોટ છે. તમે અંહી ટ્રેકિંગની મજા પણ લઇ શકો છો.

કુર્ગના પ્રખ્યાત જગ્યા
સુંદર પહાડો સિવાય કૂર્ગમાં ફરવા માટે એબી વોટરફોલ્સ, રાજાની સીટ, મહેલ, કિલ્લા, ઓંમકારેશ્વર મંદિર જેવી પ્રખ્યાત જગ્યા છે. અંહીના પહાડ, લીલોતરી,જંગલ, ચા અને કોફીના બાગ જોવાની મજા જ કંઇક અલગ છે. તે સિવાય અંહીના દુબારે એલિફન્ટ કેમ્પમાં જાનવરો અને ખાસ કરીને હાથીને જોઇ શકો છો. આ કેમ્પ કાવેરી નદીના કિનારા પર આવેલું છે. જ્યાં બોટ રાઇડ દ્વારા પહોંચી શકાય છે.

કુર્ગની તિબ્બતી મોનેસ્ટ્રી
કુદરજી જગ્યાની સાથે-સાથે અંહી ધાર્મિક સ્થળ પણ છે. જેમા એક છે તિબ્બકી મોનેસ્ટ્રી.. અંહી બનેલી બુદ્ધની ત્રણ મૂર્તિમાં બુદ્ધ એક મૂર્તિમાં બેસેલા છે અને અંહીની દિવાસ પર બુદ્ધની દીવાલ પર બુદ્ધનું ખાસ પેઇન્ટિંગ પણ બનેલી છે. જેને જોઇને તમને લાગશે કે તમે જાણે પહેલાના સમયમાં પહોંચી ગયા છો.

કૂર્ગનું સૂર્યાસ્ત છે પ્રખ્યાત
સનસેટનો સુંદર દ્રશ્ય જોવા માટે પણ કૂર્ગ પ્રખ્યાત છે. સૂર્યાસ્ત જોવા માટે અંહી હજારો લોકોની ભીડ હોય છે. તે સિવાય જંગલો અને ધુમ્મસમાં છૂપાયેલા પહાડની સુંદરતા તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં.