ઓછા બજેટમાં ગરમીમાં લો આ જગ્યાની મુલાકાત - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6525 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઓછા બજેટમાં ગરમીમાં લો આ જગ્યાની મુલાકાત

ઓછા બજેટમાં ગરમીમાં લો આ જગ્યાની મુલાકાત

 | 2:56 pm IST

શહેરની ભીડ-ભાડ વાળી અને આકરી ગરમીથી તમે પરેશાન છો તો આ ગરમીમાં ફરવા જવા માટે તમે પ્લાન બનાવી શકો છો. જે તમે ઓછા બજેટમાં ફરીને મજા કરી શકો છો. તેમજ જૂન મહીનાની આકરી ગરમીથી તમને રાહત મળશે અને ખર્ચો પણ નહીં થાય.

ઋષિકેશ , ઉત્તરાખંડ
જો તમે દિલ્હીમાં રહો છો તો ઉત્તરાખંડમાં આવેલું ઋષિકેશ ફરવા જવા માટે શાનદાર જગ્યામાંથી એક છે. તે જેટલું શાંત અને સુંદર છે. તેમજ ઓછા ખર્ચે તમે ફરીને એન્જોય કરી શકશો. દિલ્હીથી ઋષિકેશ જવા માટે માત્ર 500 રૂપિયાની આસપાસ થાય છે.

મંદરમણિ , કોલકત્તા
કોલકત્તામાં રહેનારા લોક અંહી રજાઓમાં મંદરમણિના દ્રશ્યોનું લુત્ફ ઉઠાવી શકે છે. મંદરમણિ રિજોર્ટની પાસે સમુદ્રનું દ્રશ્ય જોવા લાયક છે. કોલકત્તાથી તે ખૂબ જ નજીક છે તમે પણ એક વખત મુલાકાત લઇ શકો છો.

લેન્સડાઉન, ઉત્તરાખંડ
ઉત્તરાખંડ એક એવી જગ્યા છે જે હિલ સ્ટેશન અને સુંદર કુદરતી દ્રશ્યોથી સજેલી છે. લેન્સડાઉન પણ અંહી એક એવું હિલસ્ટેશન છે જ્યાં તમે કુદરતના સુંદર દ્રશ્યોની સાથે શાંતિના પળ પસાર કરી શકો છો.

કાસ પઠાર, મહારાષ્ટ્ર
આ જગ્યા મહારાષ્ટ્રના સિતારા શહેરથી આશકે 25 કિલોમીટરથી દૂર છે. કાસ પસાર દુનિયાના ઐતિહાસિક ઇમારતોમાં પણ સામેલ છે. મુંબઇમાં રહેનાર લોકો અંહી સહેલાઇથી જઇ શકે છે.

હમ્પી, કર્ણાટક
કર્ણાટકમાં સ્થિત આ જગ્યા ઐતિહાસિક ઇમારતોથી સજ્જિત છે. અંહી તમને મોટા મંદિર અને તેની પર કલાકૃતિઓ જોવી ગમશે. બેંગલુંરુથી હમ્પી ખૂબ જ નજીક છે.

અલીબાગ, મહારાષ્ટ્ર
અલીબાગ મહારાષ્ટ્રનું એક નાનું શહેર છે. જે તેના બીચને લઇને ખૂબ પ્રખ્યાત છે. મુંબઇથી અંહી તમે સહેલાઇથી જઇ શકો છો.