એકવાર જરૂરથી લો દેશના આ કિલ્લાની મુલાકાત - Sandesh
  • Home
  • Food & Travel
  • એકવાર જરૂરથી લો દેશના આ કિલ્લાની મુલાકાત

એકવાર જરૂરથી લો દેશના આ કિલ્લાની મુલાકાત

 | 6:56 pm IST

ભારતીય ઇતિહાસને જાણવા અને સમજવા માટે સૌથી બેસ્ટ રીત છે કે તમે દેશના સ્મારક ચિહ્નો અને કિલ્લા વિષે જાણો. કિલ્લાના નામ પરથી તમે અત્યાર સુધી ફક્ત લાલ કિલ્લા અંગે જાણતા હશો. પરંતુ દેશના ઘણા કિલ્લાઓ એવા છે જે જોવા લાયક છે.

મેહરાન ગઢ કિલ્લો – જોધપુર
400 ફૂટની ઉંચાઇ પર સ્થિત રાજસ્થાનના જોધપુરનો મેહરાનગઢ કિલ્લો ભારતના સૌથી ભવ્ય અને વિશાળ કિલ્લામાંથી એક છે. કિલ્લા પરથી તમે જોધપુર સીટી જોઇ શકો છો.

ગ્લાવિયર કિલ્લો
ગ્વાલિયરનો કિલ્લો ફક્ત ગ્વાલિયર શહેરનો જ નહી દેશની પણ શાન છે. ઇતિહાસમાં થયેલી લડાઇમાં આ કિલ્લો પણ સામેલ રહ્યો છે. આ કિલ્લાની અંદર ખૂબ મંદિરો, મહેલ અને કુવા સહિત તળાવ છે.

ગોલકોંડા કિલ્લો – હૈદરાબાદ
હૈદરાબાદના બહારના વિસ્તારોમાં સ્થિત ગોલકોંડા કિલ્લાથી જોડાયેલી ઘણી કહાણીઓ છે. 16 અને 17મી શતાબ્દીમાં આ કિલ્લો કુતુબ શાહી વંશની રાજધાની હતી. તેના સમૃદ્ધ ઇતિહાસ અને આર્કિટેક્ચરને જાણવા માટે એકવાર આ કિલ્લાની જરૂરથી મુલાકાત લો.

આમેર કિલ્લો – જયપુર
જયપુરના બહારી વિસ્તારમાં ઉંચા -નીચા પહાડો પર સ્થિત આમેર કિલ્લો હિન્દુ અને મુગલ આર્કિટેકચરના મિશ્રણનું ઉત્તમ ઉદાહરણ છે. જે ફરવા માટે સૌથી સુંદર જગ્યા છે.

ચિત્તોડનો કિલ્લો
ચિત્તોડનો કિલ્લો રાજસ્થાનનો ભવ્ય કિલ્લો ચે. આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ચિત્તોડ મેવાડની રાજધાની હતી અને ચિત્તોડના કિલ્લાને જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવી રહ્યા છે.

કુંભલગઢ
કુંભલગઢનો કિલ્લો રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સ્થિત છે. મેવાડના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. કુંભલગઢ કિલ્લાની દિવાલ ભારતની સૌથી લાંબી અને દુનિયાની બીજા નબંરની દિવાલ છે. ચીનની દિવાલથી તુલના કરવામાં આવે તો તેને ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા પર કહે છે.