Travels visit these Best place for Christmas celebrations
  • Home
  • Featured
  • ક્રિસમસ સેલિબ્રેશન માટે બેસ્ટ છે ભારતની આ 6 જગ્યા, તમે પણ લો મુલાકાત

ક્રિસમસ સેલિબ્રેશન માટે બેસ્ટ છે ભારતની આ 6 જગ્યા, તમે પણ લો મુલાકાત

 | 5:02 pm IST

ક્રિસમસ આવવાનો છે અને જોરશોરથી તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ભલે ક્રિસમસ યુરોપિયન દેશોનો તહેવાર છે પરંતુ ભારતમાં તેની રોનક કઇક અલગ જ છે. કારણકે અંહી ક્રિસમસનુ સેલિબ્રેશન કઇક ખાસ અંદાજથી કરવામાં આવે છે. ક્રિસમસના દિવસે અંહીનું દ્રશ્ય વિદેશ કરતા પણ જોર લાગે છે. એવામાં આજે અમે તમને ક્રિસમસ સેલિબ્રેશન માટે બેસ્ટ પ્લેસ અંગે જણાવીશું. જે તમે ન માત્ર ક્રિસમસનો લુત્ફ ઉઠાવી શકો છો પરંતુ બેસ્ટ રજાઓ પણ માણી શકો છો.

ગોવા

જ્યારે ભારતમા ક્રિસમસ સેલિબ્રેશની વાત હોય તો ગોવાનું નામ સૌથી ઉપર આવે છે. તેના સુંદર બીચ તેમજ પાર્ટીની સાથે-સાથે ગોવા ક્રિસમસના સેલિબ્રેશન માટે ખૂબ પ્રખ્યાત છે. તેની સાથે જ અંહી થનારી લેટ નાઇટ પાર્ટી અને લાઇવ મ્યુઝિક તમારા વિન્ટર ટ્રિપની મજા વધારે છે.

શિમલા

શિમલાની ઠંડી અને બરફથી ઢાંકેલા પહાડોની વચ્ચે ક્રિસમસ સેલિબ્રેટ કરવાની મજા કઇક અલગ હોય છે શિમલાના માલ રોડ પર બનેલી જુની કેથેડ્રેલ ચર્ચમાં તમે ક્રિસમસ સેલિબ્રેશન અને પાર્ટીની મજા લઇ શકો છો. સાથે જ તમારા શિમલામાં વિન્ટર હોલીડે નો લુત્ફ ઉઠાવી શકો છો.

કેરલ

કેરલમાં રહેલા સૌથી ઐતિહાસિક ચર્ચમાં ક્રિસમસનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. ક્રિસમસ દરમ્યાન અંહીના રસ્તા રોશની અને હરિયાળીછી ભરેલા દેખાય છે.

મુંબઇ

મુંબઇમાં ક્રિસમસ અને ન્યૂ યરને ખૂબ જોરશોરથી મનાવવામાં આવે છે. અંહીના મોલ, બજાર, રસ્તાઓ ક્રિસમસ ટ્રી, લાઇટ્સ અને અન્ય સજાવટની સાથે સજાવવામાં આવે છે અંહી તમે નાઇટ ક્રિસમસ પાર્ટીની તમે જોરશોરથી મજા લઇ શકો છો.

ગુજરાત

ગુજરાતના સમુદ્ર દમન એન્ડ દીવ પણ ક્રિસમસના પર ચમકી ઉઠે છે. અંહી પુર્તગાલી ટચમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. તે સિવાય અંહી સ્પેશ્યિલ કલ્ચલર પ્રોગ્રામ પણ કરવામાં આવે છે.

દમન-દીવ


આખા વર્ષ શાંત રહેનાર દીવ-દમનનો માહોલ ક્રિસમસ પર સરસ હોય છે. અંહી એક ચર્ચને કલરફુલ આર્ટિફિશિયલ લાઇટ્સ તેમજ ફુલોથી સજાવવામાં આવે છે. જ્યારે અંહીના લોકોને પુર્તગાલી ડાન્સ પણ ટુરિસ્ટને આ શહેર તરફ એટ્રેક્ટ કરે છે. અંહી આવીને ચર્ચ ઓફ વોમ જીસસ, જૈન મંદિર અને દેવકા બીચ ફરવાનું ભૂલશો નહીં.