Travels This is the 5th hill station in India Snow fall
  • Home
  • Featured
  • ભારતમાં જ છે આ 5 જગ્યા જ્યાં પડે છે બરફનો વરસાદ, તમે પણ લો મુલાકાત

ભારતમાં જ છે આ 5 જગ્યા જ્યાં પડે છે બરફનો વરસાદ, તમે પણ લો મુલાકાત

 | 3:00 pm IST

હિમવર્ષાના કારણે લોકોમાં હરવા-ફરવાનો ક્રેજ વધારે જોવા મળે છે. આ દિવસોમાં ઘણા હિલ સ્ટેશનો પર હિમવર્ષા થાય છે. જેનાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. વિન્ટર વેકેશનમાં એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમે મજા કરી શકો. તમે પણ હિમ વર્ષનો લુત્ફ ઉઠાવવા માંગો છો તો અમે તમને એવી જગ્યા અંગે જણાવીશું કે જ્યાં તમે હિમવર્ષાનો આનંદ લઇ શકો છો.

ગુલમર્ગ

ગુલમર્ગ શિયાળામાં ફરવા માટે સૌથી પોપ્યુલર જગ્યાઓમાંથી એક છે. અંહી નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી હિમવર્ષા થતી રહે છે. બરફથી ઢંકાયેલું ગુલમર્ગ ખુબ સુંદર દેખાય છે. જે લોકોને પોતાની તરફ ખેંચે છે. અંહી ખાસ કરીને લોકો સ્કાયિંગ કરવાનું પસંદ કરે છે.

ઔલી


દુનિયાભરમાં ઉત્તરાખંડનું ઔલી હિમ વર્ષા માટે ફેમસ છે. અંહી ડિસેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવા લાગે છે. જો તમે પણ વિન્ટર વેકેશનમાં હિમવર્ષાનો લુત્ફ ઉઠાવવા માંગો છો તો ઔલી ફરવા જરૂર જાઓ.

પહલ ગામ


પહલગામ જમ્મુ કાશ્મીરનુ સૌથી બેસ્ટ અને સુંદર હિલસ્ટેશન છે. આ કાશ્મીરના નામના જિલ્લા અનંતગામમાં સ્થિત છે. આ એકદમ સુંદર જગ્યા છે. પહલગામમાં કુદરતના સુંદર દ્રશ્ય જોવા મળશે. દર વર્ષે અંહી હજારો પર્યટકો હિમવર્ષાનો લુત્ફ ઉઠાવવા આવે છે. અંહી રહેવું તેમજ ખાવાનું પણ સસ્તુ હોય છે.

મુક્તેશ્વર


મુક્તેશ્વર એક સુંદર જગ્યા છે. જે તેની લીલોતરી ના કારણે પ્રખ્યાત છે. દર વર્ષે લોકો મુક્તેશ્વર ધામની સુંદરતા જોવા જાય છે. જે નૈનીતાલથી આશરે 46 કિલોમીટર દૂર છે. મોટી સંખ્યામાં હિમવર્ષાની મજા માણવા લોકો અંહી આવે છે.

ગંગટોક


ગંગટોક એક ખૂબ સુંદર જગ્યા છે. જ્યાં લોકો હનીમૂન મનાવવા આવે છે. સિક્કિમની રાજધાની ગંગટોકમાં આ વર્ષે પણ સારી હિમ વર્ષા થઇ છે. જે લોકોને આઇસ સ્કેટિંગનો લુત્ફ ઉઠાવવો છે તે લોકો અંહીની મુલાકાત લઇ શકે છે.