Travels visit Vivekananda Rock Memorial Kanyakumari India
  • Home
  • Featured
  • કન્યા કુમારી જઇ રહ્યા છો તો આ જગ્યાની ખાસ લેજો મુલાકાત

કન્યા કુમારી જઇ રહ્યા છો તો આ જગ્યાની ખાસ લેજો મુલાકાત

 | 4:15 pm IST

ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ અને દર્શનનું આખી દુનિયામાં પ્રચાર-પ્રસાર કરનારા સ્વામી વિવેકાનંદની જ્ઞાનની સાધના ખૂબ ઉંડી રહી છે. એવું માનવામાં આવે છે કે ઇ.સ 1892માં વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા અને સમુદ્રની વચ્ચે એક પહાડ સુધી તરીને ગયા અને ઘ્યાનની મુદ્રામાં રાત પસાર કરી. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું. આવો જોઇએ શુ રહસ્ય છે આ પહાડનું અને હવે ત્યાં શુ છે.

જોકે, અમે વાત કરી રહ્યા છીએ વિવેકાનંદ રૉક મેમોરિયલની. આ તમિલનાડુના કન્યાકુમારીમાં વાવાથુરઇમાં સ્થિત પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.

એવું કહેવામાં આવે છે કે 1893માં વિશ્વ ધર્મ સભામાં સામેલ થતા પહેલા વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા હતા. એક દિવસ તે તરીને આ વિશાળ શિલા પર પહોંચી ગયા. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું.

વિવેકાનંદના તે અનુભવનો લાભ આખા વિશ્વને થયો કારણકે તેને થોડાક સમય બાદ જ તે શિકાગો સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. 1893માં આ સંમેલનમાં ભાગ લઇને તેમને ભારતનું નામ રોશન કર્યું હતું.

સ્વામી વિવેકાનંદના સંદેશને સાકાર રૂપ આપવા માટે જ 1970માં તે વિશાળ પહાજ પર એક ભવ્ય સ્મૃતિ ભવનનનું નિર્માણ કરવામાં આવ્યું. ભારત જ નહીં આખી દુનિયાથી પ્રવાસીઓ સમુદ્રની લહેરોથી ઘેરાયેલી વિરાસતને જોવા દૂર દૂરથી લોકો આવે છે.

આ વિવેકાનંદ સ્મારક ભવનને ખૂબ સુંદર મંદિર તરીકે બનાવવામાં આવે છે. તેનું મુખ્ય દ્વાર અત્યંત સુંદર છે. તેની વાસ્તુશિલ્પ અજંતા -ઇલોરાની ગુફાઓના પ્રસ્તર શિલ્પોથી લેવામાં આવ્યું હોય તેમ લાગે છે.

લાલ રંગના પથ્થરથી નિર્મિત સ્મારક પર 70 ફૂટ ઉંચો ઘુમ્મટ છે જે સમુદ્રની અંદર દૂરથી દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે તે ખૂબ સુંદર દેખાય છે.

ભવનની અંદર ચાર ફૂટથી ઉંચા પ્લેટફોર્મ પર પરિવ્રાજક સંત સ્વામી વિવેકાનંદની પ્રભાવશાળી મૂર્તિ છે. આ મૂર્તિ કાંસાની બનેલી છે. જેની ઉંચાઇ સાડા આઠ ફૂટ છે. આ મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે તેમા સ્વામીજીનું વ્યક્તિવ્ય એકદમ સજીવ પ્રતીત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન