આ છે દુનિયાના મશહૂર ફિલ્મ મ્યૂઝિયમ, એક વાર જરૂરથી લો મુલાકાત - Sandesh
  • Home
  • Food & Travel
  • આ છે દુનિયાના મશહૂર ફિલ્મ મ્યૂઝિયમ, એક વાર જરૂરથી લો મુલાકાત

આ છે દુનિયાના મશહૂર ફિલ્મ મ્યૂઝિયમ, એક વાર જરૂરથી લો મુલાકાત

 | 3:35 pm IST

ફિલ્મ અને સ્ટાર દરેક લોકોની લાઇફમાં એક મહત્વનો ભાગ ભજવે છે. જેની સાથે લોકોને ખાસ લગાવ હોય છે. જો તમારે ક્યાય ફરવા જવું છે તો તમે સિનેમા ઘરમાં પણ જઇ શકો છો. આજે અમે તમેને કેટલીક એવી જગ્યાઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જ્યા તમે હરવા-ફરવાની સાથે ફિલ્મનો રોચક ઇતિહાસ પણ જાણી શકો છો. જો તમે ફરવા માટે લંડન, યુરોપ કે પેરિસનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ફિલ્મ મ્યુઝિયમને જોવાનું ભૂલશો નહીં. આવો જોઇએ આ મશહૂર ફિલ્મ મ્યૂજિયમ અંગે..

ચીન નેશનલ ફિલ્મ મ્યૂઝિયમ
બીજિંગમાં દુનિયાનું સૌથી મોટું ચીન નેશનલ ફિલ્મ મ્યૂઝિયમ બનેલું છે. જે લગભગ 65 એકરમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયને 2005માં બનાવવામાં આવ્યું હતું. મ્યુઝિયમમાં 1500 ફિલ્મના ફોટોગ્રાફ્સ અને કેટલાક એક્ઝિબિશન હોલ પણ છે. આ મ્યુઝિયમને જોવા માટે દર વર્ષે લોકો દૂર – દૂરથી આવે છે.

હોલીવુડ મ્યુઝિયમ
આ મ્યુઝિયમને વર્લ્ડ સિનેમાની રાજધાની કહેવામાં આવે છે. જે હોલીવુડ માટે સમર્પિત માનવામાં આવે છે. આ મ્યુઝિયમ હોલીવુડ સિટીમાં રહેલું છે. અંહી હોલીવુડ જોડાયેલી વસ્તુઓ જેમ કે કેમેરા, કોસ્ટયૂમ અને પ્રિન્ટ અન્ય જોવા મળે છે. અંહી આશરે દર એક વર્ષમાં લગભગ 50 લાખથી વધારે લોકો મુલાકાત લે છે.

લંડન ફિલ્મ મ્યુઝિયમ
લંડન ફિલ્મ મ્યુઝિયમની સ્થાપના ફેબ્રુઆરી 2008માં થઇ. જેનું નિર્માણ જોનથન રેત દ્વારા કરવામાં આવ્યું છે. તેને મ્યુઝિયમ ઓફ લંડન પણ કહેવામાં આવે છે. અંહીં તમને ફિલ્મ સેટ્સ, કોસ્ટ્યૂમસ અન્ય વસ્તુઓ જોવા મળશે.

મ્યુઝિયમ ઓફ સિનેમા
પેરિસમાં બનેલા મ્યૂઝિયમ ઓફ સિનેમાને 1936માં બનાવવામાં આવ્યું છે.અંહી તમને સિનેમાની દરેક ફિલ્મોની કોપી જોવા મળશે. એટલું જ નહીં અંહી તમને ફ્રેંચ સિનેમાનો ઇતિહાસ પણ જોવા મળી શકે છે.